મુખ્ય સમાચાર
News of Saturday, 30th September 2023

મારૂતિ સુઝુકીને GST ઓથોરીટી દ્વારા રૂ.૧૩૯.૩ કરોડની શો-કોઝ નોટિસ

કંપની કહે છે... અમે જવાબ આપશું

નવી દિલ્‍હી, તા.૩૦: કાર કંપની મારુતિ સુઝુકી ઈન્‍ડિયાને GST ઓથોરિટી તરફથી કારણ બતાવો નોટિસ મળી છે. કંપનીએ કહ્યું કે આ નોટિસ પહેલાથી જ ચૂકવેલ ટેક્‍સની વસૂલાત કરવા, વ્‍યાજની માંગ કરવા અને દંડ લગાવવા માટે જારી કરવામાં આવી છે. નોટિસમાં કુલ ૧૩૯.૩ કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી છે.

મારુતિ સુઝુકી ઈન્‍ડિયાએ શેરબજારને જણાવ્‍યું કે નોટિસ જુલાઈ ૨૦૧૭થી ઓગસ્‍ટ ૨૦૨૨ દરમિયાન અમુક સેવાઓ પર ‘રિવર્સ ચાર્જ'ના આધારે કર જવાબદારીની બાબતથી સંબંધિત છે. રિવર્સ ચાર્જનો અર્થ છે કે પુરવઠાની સૂચિત શ્રેણીઓના સંદર્ભમાં કર ચૂકવવાની જવાબદારી આવા માલ અથવા સેવાઓના સપ્‍લાયરને બદલે માલ અથવા સેવાઓનો પુરવઠો મેળવનાર પર રહે છે. કંપનીએ જણાવ્‍યું હતું કે નોટિસને કારણે તેની નાણાકીય, ઓપરેશનલ અથવા અન્‍ય -વળત્તિઓ પર કોઈ અસર થઈ નથી અને નોટિસનો જવાબ દાખલ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી વિવિધ ક્ષેત્રની કંપનીઓને ઞ્‍લ્‍વ્‍ ડિમાન્‍ડ નોટિસ મોકલવામાં આવી રહી છે. તાજેતરમાં, ICICI લોમ્‍બાર્ડ જનરલ ઈન્‍સ્‍યોરન્‍સને જુલાઈ ૨૦૧૭ અને માર્ચ ૨૦૨૨ વચ્‍ચે સપ્‍લાય ટેક્‍સની ચુકવણી ન કરવા બદલ રૂ. ૧,૭૨૮ કરોડની ‘ડિમાન્‍ડ નોટિસ' મોકલવામાં આવી છે. એ જ રીતે ઘણી ઓનલાઈન ગેમિંગ એપ કંપનીઓને પણ નોટિસ મળી છે. મોબાઈલ એપ આધારિત સ્‍પોર્ટ્‍સ પ્‍લેટફોર્મ ડ્રીમ ૧૧ એ GST નોટિસ સામે બોમ્‍બે હાઈકોર્ટમાં અપીલ કરી છે.

(3:42 pm IST)