મુખ્ય સમાચાર
News of Saturday, 1st October 2022

કાનપુર ગંભીર અકસ્માત પર પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું: શક્ય તમામ મદદની ખાતરી

PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને બે લાખ અને ઘાયલોને 50 હજારની સહાય આપશે

નવી દિલ્હી : પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, કાનપુરમાં ટ્રેક્ટર-ટ્રોલી પલટી જવાની દુર્ઘટનાથી દુઃખી. મારી સંવેદના એ તમામ લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને શક્ય તમામ મદદ કરી રહ્યું છે. PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને બે લાખ અને ઘાયલોને 50 હજારની સહાય આપવામાં આવશે

(11:09 pm IST)