મુખ્ય સમાચાર
News of Saturday, 1st October 2022

લાઇવ ડાન્‍સ પરફોર્મન્‍સમાં ડાન્‍સર નોરા ફતેહીનો સ્‍ટાઇલીસ ડ્રેસ હવામાં ઉડતા બોલ્‍ડ અંદાજમાં જોવા મળીઃ દર્શકો નજર હટાવી ન શક્‍યા

દર્શકોના વન્‍સ મોરને કારણે લાઇવ પરફોર્મન્‍સ કરતા સોશ્‍યલ મીડિયામાં છવાઇ ગઇ

મુંબઇઃ જાણીતી ડાન્‍સર નોરા ફતેહી પાર્કમાં ડાન્‍સ કરતી હતી ત્‍યારે સ્‍ટાઇલીસ ડ્રેસ હવામાં ઉડતા બોલ્‍ડનેસથી દર્શકો નજર હટાવી શક્‍યા નહીં. જેથી નોરા ફતેહી ઉપ્‍સ મોમેન્‍ટનો શિકાર બની હતી.

ડાન્સિંગ સેંસેશન નોરા ફતેહી આમ તો જ્યારે પણ ડાન્સ કરે છે તો તેના પરફેક્ટ મૂવ્સ પરથી બધાની નજર હટતી નથી. પરંતુ આ વખતે નોરાનો સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેને એક્ટ્રેસ પરફેક્ટ કન્ટેટ ડિલિવર કરવાના કારણે જરા ઉપ્સ મૂમેન્ટનો શિકાર થતી જોવા મળી રહી છે. નોરા ફતેહીનો કાતિલાના અંદાજ હોય કે તેમના ડાન્સ મૂવ્સ, તેને જોવા માટે દર્શકો ઉત્સુક રહે છે. ઘણીવાર એવું થાય છે કે જ્યારે નોરા ફતેહીને પબ્લિક ડિમાંડના લીધે લાઇવ પરફોર્મ કરવું પડે છે.

ઉપ્સ મૂમેન્ટનો શિકાર થઇ નોરા ફતેહી

સોશિયલ મીડિયા પર નોરા ફતેહીનો એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે પબ્લિક સામે ડાન્સ કરતી જોવા મળી રહી છે. પરંતુ ડાન્સ કરતાં કરતાં અચાનક કંઇક એવું થયું જેના લીધે અભિનેત્રી ઉપ્સ મૂમેન્ટનો શિકાર થઇ ગઇ છે. સોશિયલ મીડિયા પર નોરા ફતેહીનો એક વીડિયો જોરદાર વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે પબ્લિક સામે લાઇવ પરફોર્મ કરતી જોવા મળી રહી છે.

પાર્કમાં આપી રહી હતી પરફોર્મેન્સ

આ વીડિયોમાં જોઇ શકાય છે કે પાર્કમાં નોરા ફતેહીની આસપાસ લોકો ઉભા હતા અને વચ્ચે ડાન્સ કરી રહી છે. ડાન્સ કરતી વખતે નોરા ફતેહી પોતાના ગજબના મૂવ્સ બતાવી રહી હતી જેના પર નજર હટાવવી દર્શકો માટે મુશ્કેલ થઇ ગયું હતું. ત્યારે ડાન્સ કરતાં કરતાં એવું થયું જેની કલ્પના કોઇને પણ ન હતી.

હવામાં ઉડ્યો ફતેહીનો ડ્રેસ

લાઇવ ડાન્સ પરફોમેન્સ દરમિયાન નોરા ફતેહીના વાદળે રંગનો વન પીસ ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસની સાઇડમાં એક સ્ટાલિશ કટ હતો. ડાન્સ કરતાં કરતાં ફતેહી એટલી વ્યસ્ત થઇ ગતી કે તેને ખબર ન પડી કે ક્યારે તેમનો સ્ટાઇલિશ ડ્રેસ ઉડી ગયો અને તેમના અંડરગારમેન્ટ્સ દેખાઇ ગયા. આ વીડિયોની વચ્ચે નોરા ફતેહી પોતાના ડ્રેસને ઠીક કરતી જોવા મળતી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે અને સોશિયલ મીડિયા યૂઝર્સ આ વીડિયોથી પોતાની નજર હટાવી શકતા નથી.

(5:17 pm IST)