મુખ્ય સમાચાર
News of Monday, 1st October 2018

300 કરોડના હેરોઇનકાંડનો સૂત્રધાર માંડવીનો રાજુ દુબઇ નેપાળથી ઝડપાયો :ગુજરાત એટીએસને વધુ એક સફળતા

આતંકી સંગઠન જૈશ--મહોમ્મદે ઘડેલા ષડયંત્ર અંતર્ગત કચ્છના માંડવીના સમુદ્રકાંઠે ઉતરેલાં ત્રણસો કરોડના હેરોઈનકાંડમાં ગુજરાત એન્ટી ટેરરીસ્ટ ક્વૉડે નેપાળથી વધુ એક આરોપી માંડવીનો અબ્દુલ રજાક સોતા ઊર્ફે રાજુ દુબઈની ધરપકડ કરી છે 

   જાણવા મળ્યા મુજબ રાજુ દુબઈ માંડવીનો રહેવાસી છે. માંડવીના કાંઠે હેરોઈન લેન્ડ કરવાના ષડયંત્રમાં તેની મુખ્ય ભૂમિકા રહી છે.રાજુ દુબઈએ પાકિસ્તાની આકાઓ સાથે દુબઈમાં બેસીને સમગ્ર ષડયંત્ર ઘડ્યું હતું. માટે તેણે માંડવીમાં સ્થાનિક રહેતાં રફીક સુમરા, શાહીદ સુમરા, દ્વારકાના સલાયાના અઝીઝ અબ્દુલ ભગાડવગેરેની મદદ મેળવી હતી. હેરોઈન લેન્ડ થયા બાદ તેને ઊંઝા મારફતે પંજાબ-કાશ્મિરમાં ડિલિવર કુરાયું હતું

. શ્રીનગરમાં રહેતો નઝીર અહેમદ ઠાકર નામનો હતું. શ્રીનગરમાં રહેતો નઝીર અહેમદ ઠાકર નામનો શખ્સ ડિલિવરી લેવા ત્રણ વખત ગુજરાત આવ્યો હતો. એટીએસએ ગત 17 સપ્ટેમ્બરે કાશ્મિરમાંથી નઝીરને દબોચી લીધો હતો. જો કે, રાજુ દુબઈની ધરપકડ એટીએસ માટે એક મોટી સફળતા છે  તેની પૂછપરછમાં હેરોઈનકાંડ પાછળ રહેલાં પાકિસ્તાની આકાઓની વિગતો પ્રાપ્ત થવાની શક્યતા છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 12મી ઑગસ્ટે એટીએસએ દ્વારકામાં 15 કરોડની કિંમતના 5 કિલોગ્રામ શુધ્ધ હેરોઈન સાથે અઝીઝ અબ્દુલ ભગાડ નામના શખ્સની ધરપકડ કરી હતી. તેની પૂછપરછમાં એટીએસએ રફીક સુમરાને ઉઠાવ્યો હતો.

   આરોપીઓની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો હતો કે, અરબી સમુદ્રમાં માછીમારી બોટ અને હોડકા મારફતે તેમણે એપ્રિલ મહિનામાં માંડવીના કાંઠે 300 કરોડના હેરોઈનનો જથ્થો લેન્ડ કર્યો હતો.

(12:20 am IST)