મુખ્ય સમાચાર
News of Monday, 1st October 2018

ચંદીગઢથી ૨૦૦ કિ.મી. દૂર સેરાજ નામની પહાડીઓ વચ્‍ચે આવેલ ફરવાલાયક સ્‍થળ શોંજા ફોટોગ્રાફી માટેની શ્રેષ્‍ઠ જગ્યા

ચંદીગઢઃ મોટા ભાગના લોકો લાંબી રજાઓ એન્જોય કરવા માટે ઉત્તર ભારતના હિમાચલ કે ઉત્તરાખંડને પસંદ કરે છે. જેમાં મનાલી, શિમલા, નૈનિતાલ અને હરિદ્વાર જેવા પ્લેસ મુખ્ય હોય છે. કુદરતી નઝારો અને ખળખળ વહેતા ઝરણા દિલ અને દિમાંગને આનંદિત કરી દે છે. હિમાચલ પ્રદેશમાં આવેલું શોજા હરિદ્વારથી એક દિવસમાં ફરી શકાય એવું બેસ્ટ ડેસ્ટિનેશન છે. સેરાજ નામની પહાડીઓ વચ્ચે આવેલું શોંજા ફરવા ફોટોગ્રાફી માટેની શ્રેષ્ઠ જગ્યા છે. ચંદીગઢથી 200 કિમી દૂર આવેલી છે જગ્યા.

સેરાજની પહાડીઓ વિશે ભાગ્યે કોઇ મુસાફર જાણતું હશે. કારણ કે એક ઓફબિટ પ્લેસ છે. હિમાચલ પ્રદેશના શ્રેષ્ઠ પ્લેસમાં શોંજાનો સમાવેશ થાય છે. લીલીછમ જંગલ અને વચ્ચેની પસાર થતી ગંગા નદી. જાણે કોઇ અંગ્રેજી ફિલ્મનો કોઇ સિન સામે હોય એવું લાગે. જૂજ હોટેલ, નાના મકાનો અને ટૂંકા રસ્તાઓ મિની કાશ્મીરની યાદ અપાવી દે. શિયાળાની વહેલી સવાર અહીં માણવા જેવી છે. ધુમ્મસનું સામ્રાજ્ય અને કડકડતી ઠંડીમાં જગ્યા થ્રીલ અપાવી દે એવી છે.

શોજા એક એડવેન્ચર પ્લેસ છે. જ્યાં મોટા ભાગે લોકો મિત્રો સાથે ફરવા જાય છે. ચંદગઢથી શોજા સુધીના રસ્તામાં સફરજનના ઝાડ અને પાઇન ટ્રીનો નઝારો જોવો એક લ્હાવો છે. ઉપરાંત શોજામાં હોટ ચોકલેટ શેઇક પીવા જેવો છે. શોજા પહોચ્યા બાદ જલોરી પાસ જોવા જેવો છે. જે શોજાથી 5 કિમી દૂર છે. જ્યારે પહાડનો નઝારો અને નદીના લોકેશન ફોટા પાડવા મજબૂર કરી દે. સેરોલરસ લેક પણ જોવા જેવું છે.

શોજામાં સરકારી ગેસ્ટ હાઉસની સાથોસાથ અન્ય ગેસ્ટ હાઉસ અને હોટેલ પણ છે. ટુરિસ્ટ સિઝન દરમિયાન તમામ હોટેલ અને ગેસ્ટ ગાઉસ ખુલ્લા રહે છે. ખાસ કરીને માર્ચથી સપ્ટેમ્બર સુધી વિસ્તારમાં ટુરિસ્ટોની ભીડ રહે છે. શિયાળામાં થોડું રિસ્કી છે પણ ઠંડી સહન કરી શકાય તો માણવા જેવું છે.

(5:28 pm IST)