મુખ્ય સમાચાર
News of Monday, 1st October 2018

ભાજપે પ૦૦ કરોડમાં ઓફિસ બનાવી લીધી, રામ હજી તંબુમાં બેઠાં છે : તોગડિયા

નવીદિલ્હી,તા.૧: આંતરરાષ્ટ્રીય હિંદૂ પરિષદ ના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ મોદી સરકાર પર તાજેતરમાં શાબ્દીક પ્રહાર કર્યા હતા.  તોગડિયાએ કહ્યું કે, ભાજપે દિલ્હીમાં ૫૦૦ કરોડની ઓફિસ બનાવી લીધી અને રામ હજી પણ તંબૂમાં બેઠાં છે. આ વાતનું દુઃખ થાય છે અને મારી નારાજગી પણ છે.

તોગડિયાએ જયપુરમાં પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, કેન્દ્ર સરકારે પોતાની નવી ઓફિસ બનાવવામાં ધ્યાન આપ્યું પરંતુ રામ મંદિરનું ધ્યાન ના રાખ્યું. વધુમાં તેમણે જણાવ્યું કે, દેશમાં દરેક વ્યક્તિની પ્રતિષ્ઠાની ઇજ્જત હોવી જોઇએ જે હવે નથી થઇ રહી. આપને જણાવી દઇએ કે, આંતરરાષ્ટ્રીય હિંદૂ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ શુક્રવારે જણાવેલ કે,ઇજીજીના સુપ્રીમો મોહન ભાગવતે મને કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ આ સંસદમાં કાયદો બનાવીને કરવું જોઇએ.  પરંતુ ત્યારબાદ તેઓ શાંત થઇ ગયા. ઇજીજીની વિચારધારમાં આવેલ આ પ્રકારના બદલાવને કારણે હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચે છે.(૯.૯)

(4:04 pm IST)