મુખ્ય સમાચાર
News of Monday, 1st October 2018

મુંબઈમાં પેટ્રોલનો ભાવ રૂ. ૯૧.૦૮ ડીઝલ રૂ. ૭૯.૭૨નું

આજે પેટ્રોલમાં ૨૪ પૈસા તો ડીઝલમાં લીટરે ૩૨ પૈસા વધ્યા

નવી દિલ્હી, તા. ૧ :. પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો ચાલુ જ છે. આજે દેશમાં પેટ્રોલના ભાવમાં ૨૪ પૈસા તો ડીઝલના ભાવમાં ૩૨ પૈસાનો વધારો નોંધાયો છે. દિલ્હીમાં ૧ લીટર પેટ્રોલનો ભાવ રૂ. ૮૩.૭૩ અને ડીઝલનો ૭૫.૦૯ થયો છે.

પેટ્રોલ-ડિઝલના ભાવથી મુંબઈના લોકો વધુ પરેશાન છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ ૯૧ની ઉપર ચાલ્યો ગયો છે. આજે મુંબઈમાં પેટ્રોલ ૯૧.૦૮ તથા ડીઝલ ૭૯.૭૨ રૂ. પ્રતિ લીટર થયુ છે. કોલકતામાં પેટ્રોલ ૮૫.૩૩ અને ડીઝલ ૭૬.૯૪ પ્રતિ લીટર થયું છે.

પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાથી આમ જનતા પરેશાન છે. સરકાર કોઈ પગલા લેતી નથી તેથી પ્રજામાં છુપો રોષ પણ છે.

ગઈકાલે પણ પેટ્રોલમાં રૂ. ૯ અને ડીઝલમાં ૧૬ પૈસા વધ્યા હતા.(૨-૧)

(11:44 am IST)