મુખ્ય સમાચાર
News of Sunday, 1st August 2021

દેશમાં ધાર્મિક કટ્ટરતા, ડર અને લોભ માટે કોઈ સ્થાન નથી : મહિલાને ગેરકાયદેસર રીતે ઈસ્લામ ધર્મ અપનાવવા મજબુર કરનાર આરોપીની જામીન અરજી અલ્હાબાદ હાઇકોર્ટે ફગાવી

અલ્હાબાદ : આપણા દેશમાં ધાર્મિક કટ્ટરતા,  ડર અને લોભ માટે કોઈ સ્થાન નથી તેના પર ભાર મૂકતા, અલ્હાબાદ હાઈકોર્ટે જણાવ્યું હતું  કે જો બહુમતી સમુદાયમાંથી કોઈ વ્યક્તિ અપમાનિત થયા પછી ધર્મ પરિવર્તન કરે છે, તો તે દેશને નબળો બનાવી દેશે અને વિનાશક શક્તિઓને તેનાથી ફાયદો થશે.

જાવેદ નામક મુસ્લિમ વ્યક્તિએ ગેરકાયદેસર રીતે હિન્દુ મહિલાને  ઇસ્લામ ધર્મમાં પરિવર્તન કરાવ્યું હતું કે જેથી તે તેની સાથે લગ્ન કરી શકે તેવો આરોપ છે. જેના પર વિચારણા કરી રહેલી જસ્ટિસ શેખર કુમાર યાદવની ખંડપીઠે ઉપરોક્ત ટિપ્પણી સાથે તેની જામીન અરજી ફગાવી દીધી હતી.

જોકે શરૂઆતમાંકોર્ટે કહ્યું હતું કે દેશનો  દરેક પુખ્ત નાગરિક પોતાનો ધર્મ બદલવા માટે સ્વતંત્ર છે અને તે કોઈપણ પુખ્ત નાગરિક સાથે લગ્ન કરી શકે છે અને આ અંગે કાયદામાં કોઈ બાધ નથી.દરેક વ્યક્તિને આપણા ભારતીય બંધારણ હેઠળ સ્વતંત્રતાનો અધિકાર છે.પરંતુ ક્યારેક એવું પણ બને છે કે લોકો ભય અથવા લોભને લીધે બીજા ધર્મમાં ધર્માંતરણ કરતા નથી, પરંતુ અપમાનને કારણે તેઓ આવું કરે છે. ડો.આંબેડકર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

ઉલ્લેખનીય છે કે પીડિતાએ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપ્યું હતું કે તેને કોરા કાગળ અને ઉર્દૂમાં લખેલા કાગળ પર સહી કરવાનું કહેવામાં આવ્યું હતું અને બાદમાં તેને ખબર પડી હતી કે અરજદાર પહેલેથી જ પરિણીત છે.આથી કોર્ટને લાગ્યું હતું કે મહિલાના લગ્ન તેની ઈચ્છા વિરુદ્ધ કરાયા છે. તેથી ગેરકાયદે ધર્મ પરિવર્તન કરાવનાર આરોપીના જામીન નામદાર કોર્ટે ફગાવ્યા હતા તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(8:35 pm IST)