મુખ્ય સમાચાર
News of Sunday, 1st August 2021

પશ્ચિમ રેલ્વેએ ચાલુ વર્ષમાં સ્ક્રેપના વેચાણ દ્વારા જ અધધધ રૂ. ૧૦૦ કરોડથી વધુની કમાણી કરી

મિશન ઝીરો સ્કેપ પોલીસી અનુસાર રેલ્વે હજુ ર૦ર૧-ર૦રરમાં વેચાણ ચાલુ રાખશે

નવી દિલ્હી,: પશ્ચિમ રેલવે “મિશન ઝીરો સ્ક્રેપ” હેઠળ તેની તમામ રેલવે સંસ્થાનો અને એકમોને સ્ક્રેપ મુક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. પશ્ચિમ રેલવેનાં જનરલ મેનેજર આલોક કંસલનાં માર્ગદર્શન હેઠળ, પશ્ચિમ રેલવેએ ચાલુ નાણાકીય વર્ષમાં સ્ક્રેપ વેચાણ દ્વારા રૂ. 100 કરોડનો આંકડો પાર કર્યો છે.

પશ્ચિમ રેલવેનાં મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જારી કરેલી અખબારી યાદી અનુસાર, ઉલ્લેખનીય છે કે, કોવિડ-19 રોગચાળાનાં પડકારજનક અને મુશ્કેલ સમય હોવા છતાં, પશ્ચિમ રેલવેએ નાણાકીય વર્ષ 2020-21 માં માત્ર સ્ક્રેપ વેચાણ જ નહી પણ રૂ.410 કરોડનાં પડકારજનક લક્ષ્‍યને પણ મેળવી લીધો છે. જણે લક્ષ્‍યથી ઘણુ વધારેે 20 ટકા નાં ઉલ્લેખનીય વધારાને સુનિશ્ચિત કર્યુ છે. તદનુસાર, પશ્ચિમ રેલવે દ્વારા 2020-21 માં 491.04 કરોડ રૂપિયાનાં સ્ક્રેપ વેચવામાં આવ્યા હતા. ભારતીય રેલવેનાં તમામ ઝોનલ રેલવે અને ઉત્પાદન એકમોમાં આ સર્વોચ્ચ છે. ઠાકુરે માહિતી આપી હતી કે, છેલ્લા ત્રણ વર્ષમાં પશ્ચિમ રેલવે લગભગ રૂ.500 કરોડની સ્ક્રેપ વેચવામાં સફળ રહી છે, જેનાથી અવરોધિત ભંડોળનાં મુદ્રીકરણ અને સંબંધિત આવક પેદા કરવા માટે નોંધપાત્ર યોગદાન સુનિશ્ચિત થાય છે. મિશન ઝીરો સ્ક્રેપની કૂચ ચાલુ રાખીને, પશ્ચિમ રેલવે વર્તમાન નાણાકીય વર્ષ 2021-22માં 30 જુલાઈ, 2021 સુધીનાં રૂ.102.32 કરોડનાં સ્ક્રેપ વેચીને 100 કરોડ રૂપિયાની ભવ્ય આવક હાંસલ કરનાર તમામ ઝોનલ રેલવેમાં પ્રથમ છે રેલવે બની ગયું છે.

જનરલ મેનેજર કંસલની માર્ગદર્શિકાને અનુસરીને, પશ્ચિમ રેલવેનાં પ્રિન્સિપાલ ચીફ મટિરિયલ મેનેજર, ડી કે શ્રીવાસ્તવની સતત દેખરેખ હેઠળ પશ્ચિમ રેલવેને પૂરી રીતે સ્ક્રેપ મુક્ત બનાવવાનો લક્ષ્‍ય રાખવામાં આવ્યો છે, જેના અનુપાલનમાં ચાલુ નાણાકીય વર્ષનાં અંત સુધી પશ્ચિમ રેલવેનાં તમામ કાર્યસ્થળો પર 100% સ્ક્રેપ ફ્રી સ્ટેટસ હાંસલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

(12:38 pm IST)