મુખ્ય સમાચાર
News of Sunday, 1st August 2021

મેસેજિંગ એપ ટેલિગ્રામે લોન્ચ કર્યું નવું ફીચર્સ : હવે એક વીડિયોકોલમાં મહત્તમ 1000 લોકો થઇ શકશે સામેલ

ટેલિગ્રામે યુઝર્સ માટે સાઉન્ડ અને સ્ક્રિન શેયર કરવાની સુવિધા પણ જાહેર કરી

મુંબઈ : લોકપ્રિય મેસેજિંગ એપ ટેલિગ્રામના યુઝર માટે એક સારા સમાચાર છે. કંપની પોતાના પ્લેટફોર્મને એડવાન્સ બનાવવા માટે નવા ફિચર્સ લઇને આવી છે. એપમાં થયેલા નવા ડેવલપમેન્ટ પ્રમાણે ટેલિગ્રામ હવે એક વીડિયો કોલમાં  મહત્તમ 1000 લોકો સામેલ થઇ શક્શે. એપ હવે યૂઝર્સને વીડિયો મેસેજ મોકલવાની સુવિધા પણ આપશે. સાથે જ ટેલિગ્રામે યુઝર્સ માટે સાઉન્ડ અને સ્ક્રિન શેયર કરવાની સુવિધા પણ જાહેર કરી છે.

આ નવા ફિચર્સ લોન્ચ કરીને ટેલિગ્રામ તેની પ્રતિસ્પર્ધી એપ વોટ્સએપને ટક્કર આપવાની તૈયારી કરી રહી છે. કંપનીએ જણાવ્યુ કે તેઓ લિમીટને ત્યાં સુધી વધારવા માંગે છે કે જ્યાં સુધી દુનિયાના બધા લોકો એક વીડિયો કોલમાં ન જોડાય શકે. એપ્લિકએશનની આ સુવિધા તેના યૂઝર્સ વધારવામાં મદદ કરશે.

હાલ કોરોના કાળમાં જ્યારે લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે અને એક બીજાથી દૂર છે તેવા સમયમાં લોકો વીડિયો કોલના માધ્યમથી એક બીજા સાથે જોડાઇ રહ્યા છે. ઓફિસની મિટીંગ હોય, વિદ્યાર્થીઓનો અભ્યાસ હોય કે દૂર રહેતા પરિવારના સભ્યોને એકબીજા સાથે વાત કરવી હોય બધુ જ આજકાલ વીડિયો કોલ પર થઇ રહ્યુ છે તેવામાં હવે ટેલિગ્રામનું આ ફિચર લોકોને એક બીજા સાથે જોડાવાની સુવિધા આપી રહ્યુ છે.

(12:00 am IST)