મુખ્ય સમાચાર
News of Saturday, 1st August 2020

LOC પર પાકિસ્તાન દ્વારા ફાયરિંગ, જવાન શહીદ થયો

પાડોશી દેશની અવરચંડાઈ જારી : ભારતીય સેનાનો પણ વળતો જડબાતોડ જવાબ : પાક. સેનાનો જવાન માર્યો ગયો, અન્ય આઠ જવાન ઘાયલ

જમ્મુ, તા. : પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં પુંછ જિલ્લાના કસ્બા કર્ની સેક્ટર અને બાલાકોટ સેક્ટરમાં સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કર્યું છે. બાલાકોટમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારના કારણે એક ભારતીય જવાન શહીદ થયા છે. પાકિસ્તાને પુંછ જિલ્લાના કસ્બા કર્ની સેક્ટરમાં મોર્ટાર સાથે ગોળીબાર કરીને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. કારણે ભારતીય સેનાના જવાનોએ પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. તરફ બાલાકોટ સેક્ટરમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાનના ગોળીબારના કારણે એક ભારતીય જવાન શહીદ થયા હતા. બાલાકોટમાં પાકિસ્તાને અડધી રાતે ફાયરિંગ કર્યું હતું જેના કારણે ભારતીય જવાન શહીદ થયા હતા. ભારતીય સેનાના જવાનોએ પણ પાકિસ્તાનના ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો હતો.

બધા વચ્ચે કઠુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરમાં સ્થાનિક લોકોએ કરેલા દાવા પ્રમાણે તેમણે આંતરરાષ્ટ્રીય સરહદ પાસે ડ્રોન ઉડતું જોયું હતું. ત્યાર બાદ સુરક્ષા દળોએ તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. અગાઉ બુધવારે પણ ઉરીમાં નિયંત્રણ રેખા પાસે પાકિસ્તાનના ગોળીબારમાં ભારતીય સેનાનો એક કુલી (પોર્ટર) મૃત્યુ પામ્યો હતો. ઉરી સેક્ટરના લાચીપોરામાં બુધવારે સરહદ પારથી ગોળીબાર થતા સેનાના પોર્ટરે પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેના પહેલા પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવતા સોમવારે ભારતીય સેનાએ જોરદાર કાર્યવાહી કરી હતી જેમાં પાક સેનાનો જવાન માર્યો ગયો હતો અને અન્ય આઠ પાકિસ્તાની જવાન ઘાયલ થયા હતા.

(7:51 pm IST)