મુખ્ય સમાચાર
News of Saturday, 1st August 2020

દિલ્હીમાં બાયોમેડિકલ કચરામાં કોરોના કાળમાં ૧૫ ગણો વધારો

સુપ્રીમ કોર્ટને સોંપવામાં આવેલા અહેવાલમાં ખુલાસો : કચરાની માત્રા મેમાં ૨૫.૧૮ ટન પ્રતિ દિનથી વધીને જૂનમાં ૩૭૨.૪૭ ટન થઈ

નવી દિલ્હી, તા. : કોરોના મહામારીની વચ્ચે દિલ્હીમાં કોવિડ-૧૯ બાયોમેડિકલ કચરો મે મહિનાની તુલનામાં જૂનમાં લગભગ ૧૫ ઘણો વધી ગયો છે. એન્યવાયરમેન્ટ એન્ડ પોલ્યૂશન કંટ્રોલ ઓથોરિટી(ઈપીસીએ) દ્વારા ગત સોમવારે સુપ્રીમ કોર્ટમાં સોંપેલી એક રિપોર્ટમાં કહેવાયું છે કે દિલ્હીમાંથી નીકળી રહેલા કોવિડ-૧૯ બાયોમેડિકલ કચરાની માત્રા મે મહિનામાં ૨૫.૧૮ ટન પ્રતિ દિવસથી વધીને જૂનમાં પ્રતિ દિવસ ૩૭૨.૪૭ ટન સુધી થઈ ગઈ છે. જોકે, જુલાઈ મહિનામાં આંકડો થોડો ઘટીને ૩૪૯ ટન પ્રતિદિવસ થઈ ગયો છે. માટે ઈપીસીએ એમ પણ કહ્યું કે શહેરમાં વધારે કચરો ઉત્પન્ન થઈ રહ્યો છે, જે બાયોમેડિકલ કચરાના નિસ્તારણ માટે બનાવેલા કોમન બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસેલિટીની ક્ષમતાથી ખૂબ વધારે છે. ઓથોરિટીએ જણાવ્યું કે કોરોના સંક્રમણના મામલામાં વધારાના કારણે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં વધારે કચરાનું ઉત્પાદન થઈ રહ્યું છે. રાજ્યોમાં સૌથી વધુ બાયોમેડિકલ કચરાનું ઉત્પાદન દિલ્હીમાં થઈ રહ્યું છે.

મીડિયા રિપોર્ટ અનુસાર સીપીસીબી અને રાજ્ય પ્રદૂષણ નિયંત્રમ બોર્ડના અનુસાર ચાર એનસીઆર રાજ્યોમાં ભારે વૃદ્ધિ એટલા માટે થઈ હતી કારણ કે ઘરો અને ક્વોરેન્ટાઈ સેન્ટર્સથી નીકળી બાયોમેડિકલ કચરાને અલગ કરાઈ રહ્યો નહતો. ગત ૨૪ જુલાઈના રોજ એક બેઠકમાં નોર્થ અને સાઉથ એમસીડીએ ઈપીસીએને જણાવ્યું કે કોવિડ-૧૯ કચરાને ઘરો અને ક્વોરેન્ટાઈન સેન્ટર્સથી વેસ્ટ-ટૂ-એનર્જી પ્લાન્ટમાં મોકલી રહ્યા છે. જ્યારથી સીબીડબ્લ્યૂએફમાં મોકલવો જોઈતો હતો. મામલે નોર્થ એમસીડીના પ્રવક્તાએ કહ્યું કે મામલે ધ્યાન આપશે અને અનુપાલન કરવા શક્ય તમામ પ્રયાસ કરશે. સાથે રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કોવિડ-૧૯ મહામારીના કારણે પીપીઈ કિટ, ગ્લોવ્ઝ અને ફેસ માસ્ક કે શીલ્ડના કારણે પ્લાસ્ટિક કચરાની માત્રામાં વૃદ્ધિ થઈ, જેના કારણે શહેરમાં ઠોસ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટની સમસ્યા પેદા થઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર પ્રકારના કચરાનો સંગ્રહજે ચેપગ્રસ્ત ઘરો કે ક્વોરેન્ટાઈન સેન્ટરોથી નથી, એક મોટો પડકાર છે. ઘરેલુ સ્તર પર એને અલગ કરવાની જરુરિયાત છે, જેથી સામાન્ય કચરાને રિસાયકલ કરાઈ શકે અને લેન્ડફિલમાં મોકલવામાં આવે નહીં.

રિપોર્ટમાં કહેવાયું છે કે સીબીસીબીએ આકલન કરીને જણાવ્યું છે કે જો ઉચિત રીતે વિવિધ કચરાને અલગ-અલગ કરવામાં આવે છે તો ક્ષેત્રોમાં પુરતા કોમન બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસેલિટી છે, જેમાં બાયોમેડિકલ કચરાનો નિકાલ કરાઈ શકશે. આંકડા અનુસાર જો ઝડપથી કચરાનું ઉત્પાદન થાય છે તો દિલ્હી પ્રતિ મહિને ૨૨૨૦ ટન, હરિયાણા ૨૮૮ ટન, ઉત્તરપ્રદેશ ૧૬૫૬ ટન અને રાજસ્થાન ૭૨ ટન કચરા પેદા કરી શકે છે.

મહાનગર પાલિકાઉત્તર,પૂર્વ, દક્ષિણ, નવી દિલ્હી, ગુરુગ્રામ, ફરીદાબાદ અને ગાજીયાબાદે સુપ્રીમ કોર્ટ પેનલથી કહ્યું છે કે તેમણે લોકોના ઘરો અને ક્વોરેન્ટાઈ સેન્ટરોથી કચરો એકત્ર કરવો અને તેને સીબીડબ્લયૂટીએફને મોકલવા માટે સિસ્ટમ સ્થાપિત કરી છે.

(7:45 pm IST)