મુખ્ય સમાચાર
News of Saturday, 1st August 2020

રામનામનો ઝળહળાટ

દિવા, રંગોળી, પ્રસાદ સહીત અયોધ્યા નગરીમાં દિવાળીનો માહોલ

લખનૌ : અયોધ્યામાં રામમંદિર નિર્માણની હવે ઘડીઓ ગણાય રહી છે. શેરી ગલીએ બસ એ જ ચર્ચા ચાલી રહી છે કે ભવ્ય રામમંદિર નિર્માણ નું મુહૂર્ત જલ્દી આવે એવામાં ૫ ઓગસ્ટના શુભ દિવસે અયોધ્યામાં દિવાળી ઉજવવામાં આવશેમ અયોધ્યા સહીત આસપાસના ગામો પણ ઘરે- ઘરે, શેરીએ - શેરી શણગારવામાં આવી રહી છે. ગામમાં મોટી સંખ્યામાં દિવા પ્રગટાવવામાં આવશેમ જેના માટે નજીકના ગામના કુંભાર દિવા બનાવવાના કામમાં લાગી પડ્યા છે. અવધ વિશ્વવિદ્યાલયે અયોધ્યામાં ૫૦થી વધારે મઠ અને મંદિરોમાં ૩ લાખ દિવા પ્રગટાવવાની જવાબદારી ઉપાડી છે. જેના માટે વિશ્વવિદ્યાલયે મોટી સંખ્યામાં દિવા બનાવવા માટે કુંભારોને દિવા બનાવવાના ઓર્ડર આપી દેવામાં આવ્યા છે, એવું પહેલી વાર બન્યું હશે કે વરસાદના માહોલમાં આ કુંભારોના ચાક ફરતા થયા છે. અયોધ્યા સહીત નજીકના ગામોના કુંભારોને કોરોનની મહામારી વચ્ચે રોજગારી મળી છે. કર્ફ્યુ અને લોકડાઉન માં આર્થિક રીતે પછાત થયેલા કુંભારોને રોજગારી મળી છે જાણે કે ભગવાન શ્રીરામની કૃપા વરસી હોય.

૧ લાખ ૧૧ હજાર ડબ્બામાં લાડું

અયોધ્યાના કંદોઈને શ્રીરામ મંદિર ભૂમિપૂજન બાદ આપવામાં આવનાર પટરસાદ માટે લાડુ બનાવવાનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. સ્ટીલના ૧ લાખ ૧૧ હજાર ડબ્બામાં પ્રસાદ સ્વરૂપે લાડુ આપવામાં આવશેમ અયોધ્યાની દરેક ગલીઓ અત્યારે દેશી ઘીની સોડમથી મઘમઘી રહી છે.

મંદિર અને મઠમાં પણ પ્રસાદ વિતરણ થશે

રામમંદિર સિવાય મઠો અને મંદિરો દ્વારા પણ પ્રસાદ બટવામાં આવશે મણીદાસ છવણી અને હંસ દેવરહા બાબાના ભકતો પણ આ કામમાં લાગી ગયા છે, દેવરહા હંસ બાબા તરફથી ૧ લાખ ૧૧ હજાર લાડુ બનાવડાવવા આવ્યા છે. ત્રણ પ્રકારના ડબ્બામાં પ્રસાદ પેક કરવામાં આવશેમ૫,૧૧,૨૧ લાડુની સંખ્યામાં ડબ્બા બનાવવામાં આવશે આ ડબ્બા સ્ટીલના રાખવામાં આવશે.

રામનગરીમાં રંગોળીની રંગત

રામ અસરે પ્રજાપતિનું કહેવું છે કે લોકડાઉનના લીધે જે આર્થિક નુકશાન થયું તે આ ભવ્ય સમારોહથી ભરપાઈ થઇ જશે. અવધ વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રોમમનોજ દીક્ષિતના કહેવા અનુસાર અયોધ્યામાં દિવાળીનો રોનક માટે દાઝનો મદિરમાં દીપમાળા અને રંગોળીની જવાબદારી વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓએ સાંભળી છે વિદ્યાર્થીઓની મંદિરોમાં ડ્યુટી ફાળવી દેવામાં આવી છે. દિવા પ્રગટાવવા સહીત રંગોળીથી સજાવવાની પહેલ પણ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી છે.

(3:41 pm IST)