મુખ્ય સમાચાર
News of Saturday, 1st August 2020

બપોર સુધીમાં કોરનાના વધુ ૩૭ કેસ : ર૪ કલાકમાં ૪૩ ડીસ્ચાર્જ

આજ સુધીમાં કુલ ૯૬૦૯ સેમ્પલોમાંથી ૧ર૧પ પોઝીટીવ કેસઃ કુલ પ૬૧-સાજા થઇ ઘર ેપહોંચ્યાઃ કુલ ૧ર.૬૪% પોઝીટી રેઇટ સામે ૪૭% રિકવરી રેટ થઇ ગ્યો !

રાજકોટ તા. ૧: શહેરમાં આજે બપોરે ૧ર વાગ્યે વધુ ૩૭ કોરોના પોઝીટીવ કેસ નોંધાયાનું મ્યુ.કોર્પોરેશને જાહેર કર્યું છે જોકે તેની સામે ર૪ કલાકમાં કુલ ૪૩ લોકોને ડીસ્ચાર્જ કરાયા છે.

બપોરે ૧ર વાગ્યે મનપાના આરોગ્ય વિભાગે સત્તાવાર જાહેર કરેલ આકડાઓ મુજબ કુલ ૩૭ નવા પોઝીટીવ કેસનો ઉમેરો થતા શહેરના આજદિન સુધિના કુલ ૧ર૧પ પોઝીટીવ કેસ થયા છે. જેમાંથી પ૬૯ દર્દીઓ સાજા થઇને ઘરે પાછા ફર્યા હતા. જેથી કોરોનાનો કુલ રિકવરી રેટ ૪૬.૮૩% જેટલો થઇ ગયો છે.

આજ સુધીમાં કુલ ૯૬૦૯ જેટલા કોરોના શંકાસ્પદોના નમુનાઓ લેવાયા હતા જેમાંથી ૧ર૧પ પોઝીટીવ આવતા પોઝીટી રેટ ૧૨.૬૪ %નો છે.

જો કે તેની સામે ગઇકાલે તા.૩૧ ના રોજ એકજ દિવસમાં ૪૩ દર્દીઓને રજા અપાઇ હતી. આમ પોઝીટીવ રેટ સામે રિકવરી રેટ વધુ હોઇ આ બાબત કોરોના કહેર વચ્ચે રાહત રૂપ બની છે.

(3:45 pm IST)