મુખ્ય સમાચાર
News of Saturday, 1st August 2020

સસ્તું સોનુ ખરીદવાની તક : ગોલ્ડ બોન્ડ માટે પ્રતિ ગ્રામની ઈશ્યૂ પ્રાઈસ રહેશે 5,334 રૂપિયા

આ ઈશ્યૂ ત્રણથી 7 ઓગસ્ટ 2020 વચ્ચે આવશે

મુંબઈઃ ભારતીય રિઝર્વ બેન્કે સ્વર્ણ ગોલ્ડ બોન્ડનું નિર્ગમ મૂલ્ય (ઈશ્યૂ પ્રાઈસ) 5,334 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નક્કી કર્યું છે. આ ઈશ્યૂ ત્રણથી 7 ઓગસ્ટ 2020 વચ્ચે આવશે. રિઝર્વ બેન્કના શુક્રવારે જારી નિવેદન અનુસાર 2020-21 સીરીઝ-પાંચની સ્વર્ણ ગોલ્ડ બોન્ડ યોજનાની ઇશ્યૂ પ્રાઈઝ રૂ .5,334 પ્રતિ ગ્રામ રહેશે. અગાઉના ગોલ્ડ બોન્ડ ઇશ્યૂની કિંમત 10 ગ્રામ દીઠ રૂ. 4,852 હતી.

  આ બોન્ડનો ઈશ્યૂ 6 થી 10 જુલાઇની વચ્ચે બહાર પાડવામાં આવ્યો હતો. નિવેદન મુજબ, બોન્ડ માટે ઓનલાઇન ચૂકવણી કરનારાઓને પ્રતિ ગ્રામ દીઠ 50 રૂપિયાની છૂટ મળશે. આમ તેમના માટે ગોલ્ડ બોન્ડની કિંમત પ્રતિ ગ્રામ 5,284 રૂપિયા હશે. આ પ્રકારે તેમના માટે સ્વર્ણ બોન્ડનું મૂલ્ય 5,284 રૂપિયા પ્રતિ ગ્રામ રહેશે. કેન્દ્ર સરકારે એપ્રિલમાં જાહેરાત કરી હતી કે તે 20 સપ્ટેમ્બર સુધીમાં છ હપ્તામાં ગોલ્ડ બોન્ડ જારી કરશે. રિઝર્વ બેંક ભારત સરકાર વતી સ્વર્ણ ગોલ્ડ બોન્ડ ઇસ્યુ કરે છે

(12:32 pm IST)