મુખ્ય સમાચાર
News of Saturday, 1st August 2020

' આ તે માણસ કે હેવાન ' : સીરીઅલ કિલર ડો.દેવેન્દ્ર શર્માનું કબૂલાતનામું : 100 જેટલા લોકોની હત્યા કરી તેમના શબ મગરમચ્છને ખવડાવી દીધા : જેલમાંથી 20 દિવસની પેરોલ ઉપર છૂટ્યા પછી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો

ન્યુદિલ્હી : લોકો જેને દેવદૂતનો અવતાર ગણતા હોય છે તેને લાંછન લગાડનાર રાજસ્થાનના એક ડોક્ટર દેવેન્દ્ર શર્માએ આચરેલા કરતૂતો કાળજું કંપાવી દેનારા છે.તેણે કરેલી કબૂલાત મુજબ  100 જેટલા લોકોની હત્યા કરી તેમના શબ મગરમચ્છને ખવડાવી દીધા હતા.50 હત્યા કર્યા પછી તે ગણતરી કરવાનું પણ ભૂલી ગયો હતો.હત્યા કર્યા પછી તે શબને યુ.પી.ની એક નહેરમાં ફેંકી દેતો હતો.જ્યાં મોટી સંખ્યામાં મગર છે. તેણે કિડની ટ્રાન્સપ્લાન્ટ ,બનાવટી ગેસ એજન્સી ,ચોરી કરેલા વાહનોના વેચાણ ,સહીત અનેક કૌભાંડો આચર્યા હતા
1984 ની સાલમાં આયુર્વેદિક ડોક્ટરની ડિગ્રી મેળવ્યા પછી એક દસકો રાજસ્થાનમાં પ્રેક્ટિસ કરી હતી.બાદમાં 1995 ની સાલમાં ગેસ એજન્સી લેવામાં 11 લાખનો ધુમ્બો લાગ્યા પછી તેણે બનાવટી ગેસ એજન્સી ખોલી ગેસ સિલિન્ડરના આખેઆખા ટ્રક ચોરી લેવાનું શરૂ કર્યું હતું.અને ટ્રકના ડ્રાયવરને મારી નાખી ગેસ સિલિન્ડર વેચી નાખવાનું શરૂ કર્યું હતું.
તેણે કિડની ટ્રાન્સપ્લાન્ટનો ધંધો પણ શરૂ કરી દીધો હતો.જેમાં એક કિડની દીઠ 7 લાખ રૂપિયા લેતો હતો.અંતે તેના કારનામા ખુલ્લા પડી જતા 2004 ની સાલમાં 20 વર્ષ માટે જેલમાં ધકેલાયો હતો. અને 2020 ની સાલમાં પેરોલ ઉપર છૂટ્યા પછી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.તે દરમિયાન દિલ્હીમાંથી પકડાઈ જતા તેણે ઉપરોક્ત કબૂલાત કરી હતી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:50 am IST)