મુખ્ય સમાચાર
News of Saturday, 1st August 2020

કોરોનાઃ રાજકોટમાં આજે ૬ મોત

રૈયા રોડ અલ્કાપુરીના ઇન્દુબેન સોની (ઉ.વ.૬૫) અને દૂધ સાગર રોડના મહેબુબભાઇ સમા (ઉ.વ.૬૭), જુનાગઢના કરસનભાઇ ચાવડા (ઉ.વ.૪૦)ના સિવિલ કોવિડ સેન્ટરમાં તથા પેલેસ રોડ વર્ધમાનનગરના દિપકભાઇ માથુકીયા (ઉ.વ.૫૨), પેડક રોડ ચંપકનગરના વસંતભાઇ સોલંકી (ઉ.વ.૬૪) અને જેતપુરના ડો. દિપક દોશીના ખાનગી હોસ્પિટલમાં મોત

રાજકોટ તા. ૧: કોરોનાની મહામારીએ જીવ લેવાનું ચાલુ જ રાખ્યું છે. રાજકોટ શહેરની સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં ગત સાંજથી આજ સવાર સુધીમાં વધુ ૬ દર્દીના મોત નિપજ્યા છે. તે સાથે સાત દિવસનો મૃત્યુ આંક ૬૯ થઇ ગયો છે.

જાણવા મળ્યા મુજબ રૈયા રોડ હનુમાન મઢી પાસે અલ્કાપુરી-૧૦માં રહેતાં ઇન્દુબેન બાબુભાઇ સોની (ઉ.વ.૬૫)નું સિવિલ હોસ્પિટલ કોવિડ સેન્ટરમાં મોત થયું છે. તેઓનો રિપોર્ટ પોઝિટિવ હતો અને દસેક દિવસથી સારવાર હેઠળ હતા. આ ઉપરાંત દૂધ સાગર રોડ પર રહેતાં મહેબુબભાઇ ગુલાબભાઇ સમા (ઉ.વ.૬૭)નું પણ સિવિલ હોસ્પિટલમાં મોત થયું છે. આ ઉપરાંત જુનાગઢ મેંદરડાના કસરનભાઇ કરણભાઇ ચાવડા (ઉ.વ.૪૦)નું સિવિલ હોસ્પિટલમાં અને જેતપુરના ડો. દિપક યુ. દોશીનું ખાનગી હોસ્પિટલમાં મોત થયું છે.

જ્યારે અન્ય બે દર્દીના ખાનગી હોસ્પિટલમાં મોત થયા છે. જેમાં પેડક રોડ ચંપકનગર-૩ના વસંતભાઇ વાજભાઇ સોલંકી (ઉ.વ.૬૪) અને પેલેસ રોડ વર્ધમાન નગરના દિપકભાઇ ભુપતભાઇ માથુકીયા (ઉ.વ.૫૨)નો સમાવેશ થાય છે. આ બંને દર્દીઓના રિપોર્ટ પણ પોઝિટિવ જાહેર થયેલા હતાં.

ગયા રવિવારથી આજ શનિવાર સુધીમાં સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં મળી કુલ ૬૯ દર્દીના મોત નિપજ્યા છે.

(2:36 pm IST)