મુખ્ય સમાચાર
News of Saturday, 1st August 2020

BSFના જવાન સ્વસ્થ રહે એ માટે આયુર્વેદ સેવા શરૂ

સંવેદનશીલ સરકારનો સંવેદનશીલ અભિગમ : સંરક્ષણની અને હોસ્પિટલોમાં જે સંસ્થા ઇચ્છુક હોય ત્યાં આયુર્વેદ સેવા શરૂ કરવા મંજુરી આપવામાં આવી છે

અમદાવાદ,તા.૩૧ : રાજયમાં પ્રવર્તી રહેલ કોરોનાના સંક્રમણની પરિસ્થિતિમાં બીએસએફના જવાનોને શારીરીક અને માનસિક રીતે સ્વસ્થ રહે એ માટે ઓપીડી લેવલે આયુર્વેદ સેવા આપવા મેડિકલ ઓફિસરની સેવા શરૂ કરવામાં આવી છે એમ આયુષ નિયામકની કચેરીની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવાયાનુસાર બીએસએફ કેમ્પસ,ગાંધીનગર તથા રાજ્યભરની અન્ય સંસ્થાઓ જેવી કે સીઆરએએસ અમદાવાદ, આઈઆઈએમ, આઈટી તથા સંરક્ષણની અને હોસ્પિટલોમાં જે સંસ્થા ઇચ્છુક હોય ત્યાં આયુર્વેદ સેવા શરૂ કરવા મંજુરી આપવામાં આવી છે. બીએસએફ દ્વારા દેશની સુરક્ષા પુરી પાડવી તથા દેશભરમાં જ્યાં જરૂર પડે ત્યાં સુરક્ષા, કુદરતી આફત ,તેમજ સમાજ સેવાના કાર્યોમાં શ્રેષ્ઠ સેવાઓ આપી રહ્યા છે ત્યારે આ જવાનો માટે રાજયની સંવેદનશીલ સરકારે સંવેદનશીલ અભિગમ દાખવી આ નિર્ણય કર્યો છે.

         બીએસએફના જવાનોને શારીરીક અને માનસિક રીતે સ્વસ્થ રહે અને જો કોઈ રોગ થાય તો તેને આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિથી સારવાર તથા સ્વસ્થ જીવન શૈલી માર્ગદર્શન વિના મુલ્યે મળી રહે તે માટે બીએસએફ કેમ્પસ ,ચિલોડા ,ગાંધીનગરના આઇજી જ્ઞાનેદ્ર મલેક દ્વારા આયુષ નિયામકને આયુર્વેદિક ઓપીડી લેવલની સેવા આપવા રજુઆત કરતા આયુષ નિયામક દ્વારા દર મંગળવારે સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ સુધી જિલ્લા આયુર્વેદ અધિકારી-ગાંધીનગર દ્વારા તા .૨૩ /૦૭ /૨૦૨૦ થી ઓપીડી લેવલે આયુર્વેદ સેવા શરૂ કરવા જિલ્લા પંચાયત આયુર્વેદ દવાખાનું -દો.વાસણાના મેડિકલ ઓફિસરની સેવા શરૂ કરવામાં આવી છે. જેમના દ્વારા આયુર્વેદ પધ્ધતિની સારવાર અને સ્વાથ્ય - રક્ષણનું માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે એમ વધુમાં જણાવાયુ છે.

(12:00 am IST)