મુખ્ય સમાચાર
News of Thursday, 1st August 2019

મહિલાની ડિલીવરી સમયે બાળકની સાથે બંદૂકની ગોળી નીકળી :હાજીપુરમાં ડૉક્ટરના હોશ ઉડી ગયાં

દરવાજા પાસે બેઠેલી ગર્ભવતી રૂપાને કોઈ અવાજ સંભળાયો પરંતુ સમજાયું નહીં કે એ શું થયું બાદમાં પેટમાં દર્દ થવા લાગ્યું :માતાના પેટમાં ગોળી ઘુસી ગઈ પણ બાળકને ઇજા પણ નહીં

બિહારના હાજીપુરમાં હોશ ઉડાવનારો કિસ્સો બહાર આવ્યો છે ગર્ભવતી મહિલાએ એક બાળકને જન્મ આપ્યો પરંતુ જ્યારે મહિલાની ડિલીવરી કરવામાં આવી ત્યારે ડૉક્ટર્સના હોશ ઉડી ગયા હતાં. મહિલાના પેટમાં બાળક સાથે બંદૂકની ગોળી પણ નીકળી હતી.

 અહેવાલ મુજબ હાજીપુરના સુલ્તાનપુરમાં રહેનારી રૂપાએ પરિવારજનોને પેટમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. જ્યારે તેમણે જોયું તો રૂપાના પેટની બાજુમાં એક ઈજા દેખાઈ હતી. પરિજનોએ મામૂલી ઈજા સમજીને તેને હોસ્પિટલમાં ડિલીવરી માટે ભર્તી કરાવી દીધી હતી.

 

 હોસ્પિટલમાં ભર્તી થયેલી રૂપાની ડિલીવરી થઈ તો તેના પેટમાંથી બાળકની સાથે સાથે બંદૂકની ગોળી પણ નીકળી હતી. જેને જોઈને ડૉક્ટર પણ દંગ રહી ગયા હતાં. તેમણે પોલીસને પણ આ ઘટનાની જાણકારી આપી હતી.

મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે જ્યારે તે મોડી સાંજે દરવાજા પર બેસી હતી ત્યારે કોઈ અવાજ થયો. કોઈને કંઈ સમજાયું નહીં કે આખરે થયું શું. તેના થોડાં સમય બાદ રૂપાને પેટમાં દર્દ થવા લાગ્યું હતું.

ઘરના લોકોએ તેને ડિલીવરીનું દર્દ સમજીને રૂપાને હોસ્પિટલમાં દાખલ કરી હતી. જો કે નસીબની વાત એ રહી કે આ ગોળીથી ના બાળકને કોઈ નુકસાન થયું કે ન રૂપાને. ડૉક્ટરોનું કહેવું છે કે પેટમાં ગોળી વાગી. જે પેટમાં ઘૂસી ગઈ અને કોઈ પણ અંદરના અંગને નુકસાન કર્યુ નહીં. જેથી બાળક અને મા બંને સુરક્ષિત છે. હાજીપુર પોલિસ સ્ટેશન હાલમાં એ દિશામાં તપાસ કરી રહી છે કે આખરે આ ગોળી ચલાવી કોણે?

(9:16 am IST)