મુખ્ય સમાચાર
News of Friday, 1st July 2022

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને પાસપોર્ટ પરત મેળવવા મુંબઈ કોર્ટમાં અરજી કરી : ક્રુઝ શિપ ડ્રગ કેસમાં કોર્ટે જામીન આપ્યા ત્યારે પાસપોર્ટ જમા કરાવ્યો હતો : હવે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા ક્લીનચીટ મળી ગઈ હોવાથી પાસપોર્ટ પરત માંગ્યો

મુંબઈ : ક્રુઝ શિપ ડ્રગ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા ક્લીનચીટ આપવામાં આવ્યા બાદ, બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને જામીનના બોન્ડ રદ કરવા અને પાસપોર્ટ પરત કરવા માટે મુંબઈ સેશન્સ કોર્ટમાં અરજી કરી છે.

ખાને જણાવ્યું હતું કે 28 ઓક્ટોબર, 2021 ના રોજ ક્રુઝ શિપ ડ્રગ કેસમાં તેને જામીન આપ્યા ત્યારે બોમ્બે હાઈકોર્ટ દ્વારા લાદવામાં આવેલી શરતના પાલનમાં એનડીપીએસ એક્ટ હેઠળ સ્પેશિયલ કોર્ટમાં તેનો પાસપોર્ટ જમા કરાવ્યો હતો.

હવે ક્રુઝ શિપ ડ્રગ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા ક્લીનચીટ આપવામાં આવ્યા બાદ, બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને જામીનના બોન્ડ રદ કરવા અને પાસપોર્ટ પરત કરવા માટે મુંબઈ સેશન્સ કોર્ટમાં અરજી કરી છે.

સ્પેશિયલ કોર્ટ સમક્ષની તેમની હાલની અરજીમાં, ખાને જણાવ્યું છે કે આ કેસમાં વિગતવાર તપાસ પછી, NCBએ તેમની વિરુદ્ધ પુરાવાના અભાવને કારણે તેમને ક્લીનચીટ આપી હતી, અને તેથી તે હવે આ કેસમાં આરોપી નથી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:24 pm IST)