મુખ્ય સમાચાર
News of Wednesday, 1st July 2020

ખેતરો ઉભા પાકથી લહેરાય રહ્યા છે ત્યારે

ઉ.પ્રદેશમાં તીડોનો આતંકઃ ૧૭ જીલ્લાઓમાં હાઇ એલર્ટ

લખનૌ,તા.૧: ભારતમાં ૧૧ એપ્રિલે રાજસ્થાનના ગંગાનગરમાં પાકિસ્તાનથી આવેલ તીડોએ હુમલો કર્યો હતો. રાજસ્થાન, હરિયાણા,, પશ્ચિમ યુપીમાં પોતાનો આંતક ફેલાવ્યા પછી હવે પૂર્વ યુપી અને બુંદલેખંડમાં હવે આ તીડો ખેડૂતોને ડરાવી રહ્યા છે. એ તો સારૂ છે કે બુંદેલખંડમાં અત્યારે ઘણા બધા ખેતરો આલી પડ્યા છે.

પણ પૂર્વ યુપીના જીલ્લાઓમાં ધાનની રોપણી થઇ રહી છે. આ તીડો વૃક્ષા પર કયારે કહેર વરસાવે તેનું કંઇ ન કહી શકાય. ઘણા જીલ્લાઓમાં પ્રશાસને કૃષિ વિભાગ અને ફાયર વિભાગને એલર્ટ કર્યા છે.

પ્રજા અને ખેડૂતો તીડોને ભગાડવા માટુ ઘંટ, થાળી, અને તાળીઓથી ભગાડવાના પ્રયત્નો કરી રહ્યા છે. યુપીના ૧૭ જીલ્લાઓમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે તીડના દળો પણ નિયંત્રણ કરવા ખાસ સાવચેતી રાખવાના આદેશો આપી દીધા છે. પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી (લોહીયા)ના પ્રમુખ શિવપાલ યાદવે તીડોના હુમલાથી પાકને થયેલ નુકસાન માટે ખેડૂતોને વળતર આપવા માંગણી કરી છે.

ચોમાસુ હોવાના કારણે અનાજની વાવણી જોરશોરથી ચાલી રહી છે. અડદ, મકાઇ, શાકભાજી વગેરે પાકની વાવણી પહેલા જ થઇ ચુકી છે. શેરડીનો પાક પણ બે થી અઢી ફુટનો થઇ ગયો છે. આમ ખેતરોમાં લીલોતરી જોવા મળી રહી છે.

તીડોના હુમલો નુકસાનદાયક બની રહ્યો છે. આઝમગઢના જીલ્લા કૃષિ અધિકારી ઉમેશ કુમાર ગુપ્તાએ કહ્યું કે ખેડૂતો જે વિસ્તારમાં તીડ દેખાય ત્યાં થાળી, ઢોલ, નગારા, ઘંટડીઓ, ડીજે તેમજ ફટાકડા વગેરેનો  અવાજ કરીને તેમને ભગાડવાના પ્રયત્નો કરે. તીડનું આક્રમણ થાય ત્યારે જંતુનાશક દવાઓ ઉપલબ્ધ ન હોય તો ટ્રેકટરચાલિત પાવર સ્પ્રેયરથી પાણીના જોરદાર ફુવારાથી તેને ભગાડે.

તીડને ભગાવવા શું કરવું?

તેમણે જણાવ્યું કે, તીડોના નિયંત્રણ માટે કૃષકભાઇ નીમ ઓઇલ દોઢથી બે લીટર ૬૦૦ થી ૭૦૦ વાર લીટર પાણીમાં ભેળવીને હેકટર દીઠ છાંટવું તીડોના પ્રકોપ થાય ત્યારે કલોરો પાયરીફોસ ૨૦% ઇસી ૧૨૦૦ મીલી., લેમ્ડા સાઇહેલોથ્રીના ૫ ટકા ઇસી ૪૦૦ મીલી અથવા બેન્થીયો કાર્વા ૮૦ ટકા ૧૨૫ ગ્રામ ૫૦૦ લીટર પાણીમાં ભેળવીને દર હેકટરે છાંટે

આ તીડો છે ખતરનાક

આઝમગઢના જીલ્લા કૃષિ રક્ષા અધિકારી ડો. ઉમેશકુમાર ગુપ્તાએ જણાવ્યું કે તોડોનું દળ એક સાથે લાખોની સંખ્યામાં અવરજવર કરે છે. જે વિસ્તારમાં તેનું આક્રમપ થાય છે. તે વિસ્તારની લીલોતરીનુ ચટ કરીને વેરાજ કરી નાખે છે.

આ જાતની વયસ્ક તીડ હવાથી દિશામાં એક દિવસમાં ૧૦૦ થી ૧૫૦ કી.મીનું અંતર કાપી નાખે છે. તીડોનું દળ મોટાભાગે સુર્યાસ્તના સમયે કોઇને કોઇ ઝાડ પર, છોડ પર સુર્યોદય સુધી આશરો લે છે. આ આશ્રયના સમયે જે તે વનસ્પતિઓને નુકસાન પહોંચાડે છે. એક માદા તીડ જમીનમાં ૫૦૦ થી ૧૫૦૦ ઇંડાઓ મુકીને સવારે ઉડી જાય છે. તેના નિયંત્રણ માટે રસાયણોનો છંટકાવ કરવાનો સૌથી યોગ્ય સમય રાત્રીના ૧૧ વાગ્યાથી સવારના ૯ સુધીનો છે.

(3:00 pm IST)