મુખ્ય સમાચાર
News of Wednesday, 1st July 2020

દિલ્હી સહિતના શહેરોમાં ત્રાસવાદી હુમલાનો ખતરો : ટોચના નેતાઓ છે નિશાના ઉપર

પાકિસ્તાની સેનાએ ટ્રેન્ડ કર્યા ત્રાસવાદી : જૈશ-તાલીબાને હાથ મિલાવ્યા

નવી દિલ્હી, તા. ૧ : પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ દિલ્હી સહિત દેશમાં મોટા આતંકવાદી હુમલાનું ષડયંત્ર રચી રહી છે. ભારતમાં આતંકવાદી હુમલા માટે જૈશ-એ-મોહમ્મદ અને તાલીબાને હાથ મિલાવ્યા છે. આ આતંકવાદી સંગઠનના ગ્રુપોને પાકિસ્તાની સેનાએ ટ્રેનિંગ આપી છે. ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું કે આતંકવાદીઓના ટાર્ગેટ પર દેશના મોટા નેતાઓ પણ છે. આતંકવાદીઓ નેપાળ-ભારત બોર્ડર પરથી પણ ઘુસણખોરીના વેંતમાં છે. આ દરમ્યાન, દિલ્હી પોલીસ કોઇ પણ હુમલા સામે લડી લેવા માટે રાજધાનીની બધી મોટી ઇમારતોના વીડીયો બનાવડાવી રહી છે.

દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે હુમલાના ઇનપુટ મળતા તપાસ શરૂ કરાઇ છે. જોકે એક અન્ય અધિકારીએ કહ્યું આતંકવાદીઓ અંગે ચોક્કસ બાતમી મંગળવાર સાંજ સુધી નહોતી મળી. તેમણે કહ્યું કે પહેલા જાણવા મળ્યું હતું કે જમ્મુ-કાશ્મીરથી ચાર પાંચ આતંકવાદીએ દિલ્હીમાં હુમલો કરવા માટે ઘુસણખોરી કરી ચૂકયા છે. હવે બિહાર પોલીસે કહ્યું છે કે પાક સેના આતંકવાદીઓને મદદ અને પ્રશિક્ષણ આપી રહી છે. લગભગ ર૦થી રપ આતંકવાદીઓ ઘૂસણખોરી કરવાના વેંતમાં છે. પાંચ છ આતંકવાદીઓ નેપાળના રસ્તેથી આવી શકે છે.

સૂત્રો અનુસાર, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનો ખાત્મો થવાની કેટલાક સીનિયર નેતાઓ પણ આતંકવાદીઓનો નિશાન પર છે. જો કે અત્યાર સુધી તાલીબાનની કોઇ મોટી ભૂમિકા ભારતમાં મળ્યા પછી દિલ્હી પોલીસે બધા પોલીસ સ્ટેશનોને મોટી અને મહત્વપૂર્ણ ઇમારતોની અંદર અને બહારથી વીડીયો બનાવડાવવાના આદેશો આપ્યા છે. દિલ્હીની બધી બોર્ડરો અને દિલ્હીમાં બહારથી આવનારા વાહનોનું ચેકીંગ પણ વધારી દેવાયું છે.

(10:08 am IST)