મુખ્ય સમાચાર
News of Wednesday, 1st July 2020

મહારાષ્ટ્રમાં કોરોનાનો કાળોકહેર :છેલ્લા 24 કલાકમાં નવા 4878 કેસ સાથે કુલ સંખ્યા 1,74,761 : વધુ 245 લોકોના મોત: મૃત્યુઆંક 7855

રાજ્યમાં એક્ટિવ કેસ 75,979: 90,911 લોકોએ કોરોનાને મ્હાત આપી

 

મુંબઈ : મહારાષ્ટ્રમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે દેશમાં સૌથી વધુ કોરોના કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે મહારષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના 4878 નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે 24 કલાકમાં કોરોના વાઈરસના લીધે 245 લોકોનો જીવ ગયો છે. સાથે રાજ્યમાં કોરોના વાઈરસથી કુલ મોતની સંખ્યા 7,855 થઈ ગઈ છે.

. રાજ્યમાં કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગના આંકડા મુજબ 1,74,761 લોકો કોરોના વાઈરસની ઝપેટમાં આવી ગયા છે. રાજ્યમાં કોરોના વાઈરસના એક્ટિવ કેસ 75,979 છે. કોરોના વાઈરસના સંક્રમણમાંથી મુક્ત થયા હોય એવા લોકોની સંખ્યા પણ 90 હજારને પાર પહોંચી ગઈ છે.

(8:39 am IST)