મુખ્ય સમાચાર
News of Friday, 1st June 2018

આઇફોન ધારકને વોટ્સએપના એક બગે મુક્યા મુશ્કેલીમાં મેસેજ સેન્ડરના નામ દેખાવામાં સમસ્યા:આ રહ્યું સમાધાન

મુંબઈ;વોટ્સએપ યુઝર્સ હાલમાં પરેશાનીનો સામનો કરી રહ્યાં છે તેમાંયે આઇફોન ધારકને એક બગે મુશ્કેલીમાં મુક્યા છે આઈફોન ધારકો જ્યારે કોઇ વોટ્સએપ મેસેજ મેળવે છે ત્યારે તેમને સંદેશ મોકલનારનું નામ દેખાતું નથી તેને બદલે સંદેશ મોકલનારનું નામ WhatApp દેખાઈ રહ્યું છે આથી વોટ્સએપ યુઝર્સ બાબતે સોશિયલ મીડિયા ટ્વિટર પર પોતાનો બળાપો કાઢી રહ્યા છે લોકો પોતાની સમસ્યાની સાથે તેમના વોટ્સએપના સ્ક્રિનશોટ પર શેર કરી રહ્યા છે. વોટ્સએપમાં આવેલા એક બગને કારણે આવું થઈ રહ્યું છે. જોકે, સમસ્યાનું સમાધાન પણ એટલું સરળ છે.

  જો તમે પણ આવી સમસ્યા અનુભવો છો તો બસ આટલું કરો :

વોટ્સએપના યુઝર્સ જ્યારે કોઈ મેસેજ મેળવે છે ત્યારે તેમને નોટિફિકેશનમાં સંદેશ મોકલનારનું નામ નથી દેખાઈ રહ્યું. તેના બદલામાં તેમને વોટ્સએપ લખેલું દેખાઈ રહ્યું છે. સમસ્યાને દૂર કરવા બસ આટલું કરો.

1) તમારા ફોનમાં વોટ્સએપ એપ્લિકેશન ઓપન કરીને શો પ્રિવ્યૂ ઓન કરો. (WhatsApp > Settings > Notifications > turn on Show Preview.)

2) તમારા આઇફોનના સેટિંગમાંથી નોટિફિકેશન પર ક્લિક કરો. નોટિફિકેશનમાં વોટ્સએપમાં જઈને શો પ્રિવ્યૂ નેવર સેટ કરો. (iPhone Settings > Notifications > WhatsApp > Show Previews > Never)

બે સેટિંગ કરવાથી તમને આવતી સમસ્યા દૂર થઈ જશે. જોકે, અમુક યુઝર્સ એવો પણ દાવો કરી રહ્યા છે કે વોટ્સએપના લેટેસ્ટ વર્ઝનને ડાઉનલોડ કરવાથી ખામી દૂર થઈ જાય છે. જોકે, જે લોકો વોટ્સએપ અપડેટ નથી કરી શક્યા તેઓ સમસ્યાથી ત્રસ્ત છે.

તાજેતરમાં વોટ્સએપમાં જોવા મળેલો બીજો બગ છે. અઠવાડિયા પહેલા કોઈ વ્યક્તિને વોટ્સએપ પર બ્લોક કરવા છતાં યુઝર્સ તે નંબર પરથી સંદેશ મેળવી રહ્યા હતા.

(10:14 pm IST)