મુખ્ય સમાચાર
News of Friday, 1st June 2018

મોદી સરકાર દ્વારા ક્વીઝ કોમ્‍પીટીશનઃ ૧૦ સાચા જવાબ આપનાર સ્‍પર્ધકને ૩૧૦૦૦ રૂપિયાનું ઇનામ

નવી દિલ્હીઃ મોદી સરકાર સરકાર સાથે લોકોની ભાગીદારી વધારવા માટે નવી નવી સ્પર્ધાઓનું આયોજન કરતી રહે છે. અત્યારે પણ એક ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં માત્ર 10 સવાલોના સાચા જવાબ આપીને ઈનામ જીતી શકાશે.

જો તમે 10 સવાલના સાચા જવાબ આપશો તો તમને 31,000 રુપિયા ઈનામ મળશે. જો તમે પહેલા રનર અપ હશો તો તમને 21,000 રુપિયા આપવામાં આવશે. બીજા રનર-અપને 11,000 રુપિયા ઈનામ તરીકે આપવામાં આવશે.

સંતોષકારક જવાબ આપનારા લોકોમાંથી બે લોકોને 5100 રુપિયા ઈનામ તરીકે આપવામાં આવશે. આયુષ મંત્રાલય આ ક્વિઝનું આયોજન કરી રહ્યું છે. જો તમે ભારતના નાગરિક છો અને તમારી ઉંમર 10 વર્ષથી વધારે છે તો તમે આમાં ભાગ લઈ શકો છો. આના માટે તમારે ઓળખ પત્ર રજુ કરવાનું રહેશે.

આ ક્વિઝમાં ભાગ લેવા માટે Mygov.in પર જવાનું રહેશે. તમે લોગ ઈન કરીને આમાં ભાગ લઈ શકશો. એક વ્યક્તિ એક જ વાર ક્વિઝમાં ભાગ લઈ શકશે. જો તમે વારંવાર ક્વિઝ અટેમ્પ્ટ કરવાનો પ્રયત્ન કરશો તો એન્ટ્રી રદ કરી દેવામાં આવશે.

જો તમે જીતશો તો તમને મોબાઈલ, ઈમેઈલ અને તમારા એડ્રેસ પર તેની જાણકારી આપવામાં આવશે. પરંતુ 3 દિવસમાં તમારી સાથે સંપર્ક નહીં થઈ શકે તો તમારું ઈનામ અન્ય કોઈ વિજેતાને આપવામાં આવશે. આ રકમ RTGSના માધ્યમથી ટ્રાન્સફર કરવામાં આવશે. આ ક્વિઝ 21 મેથી 21 જૂન સુધી ચાલશે. MyGov.in પર તમારે અકાઉન્ટ બનાવવાનું રહેશે. સવાલનો જવાબ તમારે 60 સેકન્ડમાં જ આપવાનો રહેશે.

(6:17 pm IST)