મુખ્ય સમાચાર
News of Friday, 1st June 2018

યુપીના નાયબ મુખ્યમંત્રી ડો. દિનેશ શર્માનું વિવાદાસ્‍પદ નિવેદનઃ રામાયણકાળમાં પણ ટેસ્ટ ટ્યુબ બેબીનું કોન્‍સેપ્ટ હતોઃ સીતાજીનો જન્‍મ ટેસ્ટ ટ્યુબ બેબી ટેક્નોલોજીથી થયો હતો

નવી દિલ્હી : મથુરા- ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી ડોક્ટર દિનેશ શર્માએ હિન્દુઓના આરાધ્ય દેવી સીતા વિષે એક નિવેદન આપ્યું છે. મથુરામાં આયોજિત એક સમારોહમાં પહોંચેલા ડેપ્યુટી સીએમએ કહ્યું કે, જર્નાલિઝમ તો મહાભારત કાળથી ચાલતું આવે છે. આજકાલની ટેક્નોલોજીનો આપણા મહાભારતમાં ઉલ્લેખ છે.

તેમણે કહ્યું કે, કહેવામાં આવે છે કે સીતા માતાનો જન્મ જમીનની અંદર કોઈ માટલામાં થયો હતો. તેનો અર્થ સ્પષ્ટ છે કે રામાયણ કાળમાં ટેસ્ટ ટ્યૂબ બેબીનો કોન્સેપ્ટ હતો. તેમણે કહ્યું કે, આજે લાઈવ ટેલિકાસ્ટ થાય છે, પરંતુ તે ટેક્નોલોજી મહાભારત સમયમાં હતી. મહાભારતના યુદ્ધનું લાઈવ ટેલિકાસ્ટ સંજયે ધૃતરાષ્ટ્રને સંભળાવ્યુ હતું.

ડોક્ટર દિનેશ શર્મા પહેલા ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ દેબે પણ આવું જ નિવેદન આપ્યુ હતું. તેમણે એક કાર્યક્રમમાં કહ્યુ હતું કે મોતિયાનું ઓપરેશન, પ્લાસ્ટિક સર્જરી, ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત, પરમાણુ પરીક્ષણ અને ઈન્ટરનેટ જેવી તમાર ટેક્નોલોજી પૌરાણિક સમયથી શરુ થઈ હતી.

(6:15 pm IST)