મુખ્ય સમાચાર
News of Friday, 1st June 2018

NFPE અને FNPO દ્વારા ૧૦ દિવસથી ચાલી રહેલી પોસ્‍ટલ હડતાલ પાછી ખેંચાઇ

થીરૂઅનંથપુરમઃ NFPE  અને FNPO દ્વારા ૧૦ દિવસથી ચાલી રહેલી પોસ્‍ટલ હડતાલ પાછી ખેંચવામાં  આવી હોવાની જાહેરાત કરવામાં આવી છે. આ સંગઠનો અને ચીફ પોસ્‍ટ માસ્‍તર જનરલ વચ્‍ચે યોજાયેલી મંત્રણા  પછી આ જાહેરાત થઇ છે તેઓની માંગણીનો ૧ મહિનામાં ઉકેલ લાવી દેવાશે તેવી ખાતરી આપવામાં આવી છેઃ એવું નકકી થયું છે કે, ડાક સેવકોના પગારનો પ્રશ્ન ૧ મહિનામાં ઉકેલી લેવાશે તેમ ઇન્‍ડીયન એકસપ્રેસ' અને હિંદુ'નો અહેવાલ જણાવે છેઃ સંયુકત લડત સમિતિએ કહ્યું છે કે, કર્મચારીઓ વ્‍હેલી તકે કામે ચડી જશે અને કામકાજ પુનઃ ધમધમતુ થઇ જશે

(4:18 pm IST)