મુખ્ય સમાચાર
News of Friday, 1st June 2018

સવાલ-જવાબના વૈશ્વિક પ્લેટફોર્મ ''કવોરા''નું હિન્દી વર્ઝન લોન્ચ

યુર્ઝર અહિ કોઇપણ સવાલ કરી શકે છે : વિશ્વમાં ૨૦ કરોડ યુઝરઃ ભારતમાં પણ આ એપ લોકપ્રિય

 નવી દિલ્હીઃ તા.૧, અમેરીકાના કેલીફોનીયા બેઝ સોશ્યલ મીડીયા પ્લેટફોમ ''કવોરા'' ને ૨૦૦૯ની સાલમાં લોન્ચ કરવામાં આવેલ કવોરા એક એવુ મંચ છે જયાં લોકો પોતાની કોઇપણ વિષય ઉપરની માહિતીની આપ-લે કરી શકે છે એક બીજાના પુછાયેલ પ્રશ્નોના જવાબ આપી શકે છે. જે સંપુર્ણ રીતે જાહેર રૂપે હોય છે કવોરામાં હાલ દુનિયાભરમાં ૨૦૦ મીલીયન (૨૦ કરોડ) યુઝર છે. ભારતમાં પણ કવોરા ખાસ્સુ જાણીતું છે અને આને ધ્યાનમાં રાખી કવોરાનું હિંદી વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે.

 કોરાના ભારતના મેનેજર  ગૌતમે લોન્ચીંગ પ્રસંગે જણાવેલ કે અમે  હિંદીમાં કવોરા લોન્ચ કરવાનો નિર્ણય લીધો છે તેની પાછળનું સૌથી મોટુ કારણએ છે કે અમે દુનિયાભરના લોકો  પાસેથી માહિતીઓ અન્ય લોકોને પહોંચાડીએ છીએ. કેટલાક  રીસર્ચ દરમિયાન જાણવા મળ્યું છે કે હિંદીનો ઉપયોગ ઓનલાઇન વિશ્વમાં ખુબ જ છે કવોરામાં પણ ઘણાં યુઝસે હિંદીમાં માહિતીની જાણકારીની ઇચ્છા પ્રકટ કરેલ

 આ એક એવુ પ્લેટફોર્મ છે જયાં યુઝર  કોઇપણ સવાલ પુછી શકે છે જે જાહેર રૂપે હોય છે જેનો કોઇપણ યુઝર જવાબ આપી શકે છે પોતાના અભીગમ સવાલ ઉપર રજુ કરી શકે છે આના યુઝર જવાબ આપી શકે છે અને તેને સવાલ કયા કયા વિષયોની માહિતી છે તે જણાવી શકે છે જેથી અન્ય યુઝર્સ આ અંગે તેને સવાલ કરી શકે છે છેલ્લા કેટલાક વર્ષોમાં કવોરાએ પોતાની ભાષાના બેઝને વધાર્યું છે. ૨૦૧૬માં સ્પેનીશ વર્ઝન ઉતારાયું હતુ. આ ઉપરાંત ફ્રેન્ચ, જર્મન, ઇટાલીયન, તથા જાપાનીઝ ભાષામાં પણ કવોરા ઉપલબ્ધ છે.

(5:45 pm IST)