મુખ્ય સમાચાર
News of Friday, 1st June 2018

પાકિસ્‍તાનમાં છેલ્લા ૭૦ વર્ષના ઇતિહાસમાં ચૂંટાયેલી સરકારે બીજીવાર પોતાનો કાર્યકાળ પૂરો કર્યો

ઇસ્‍લામાબાદ તા. ૧ : પાકિસ્‍તાન છેલ્લા ૭૦ વર્ષના ઇતિહાસમાં ચૂંટાયેલી સરકારે બીજીવાર પોતાનો કાર્યકાળ પૂરો કર્યો છે. મોટાભાગે દેશની સેનાએ જ શાસન કર્યું હતું. પાકિસ્‍તાનની પીએમએલ (એન )સરકારે પાંચ વર્ષ પુરા કર્યા છે. સંસદીય મામલાના મંત્રાલયે ૩૧મી મેના મધ્‍યરાત્રીએ ૧૪મી નેશનલ એસેમ્‍બલી ભંગ થયાની જાહેરાત કરી છે. હવે ૨૫મી જુલાઈએ સામાન્‍ય ચૂંટણી સુધી દેશનું કાર્યવાહક વ્‍યવસ્‍થા સંચાલન કરશે.

(4:07 pm IST)