મુખ્ય સમાચાર
News of Friday, 1st June 2018

મદરેસામાં 8 વર્ષના છોકરાને ઊંઘો લટકાવી મારનાર મૌલવીની ધરપકડ

વીડિયો વાયરલ થતા લોકોમાં વધ્યો ગુસ્સો : મૌલવી સામે કડક કાર્યવાહીની માંગ

જમ્મુ-કાશ્મીરના બારામૂલા જિલ્લામાં પોલીસે મદરેસામાં આઠ વર્ષના એક સગીરને ઊંધો લટકાવીને માર મારવાના આરોપસર એક મૌલવીની ધરપકડ કરી લીધી છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં મૌલવી આઠ વર્ષના છોકરાને ઊંધો લટકાવીને મારી રહ્યો છે. 

    પોલીસના જણાવ્યા મુજબ બારામૂલા પોલીસ સ્ટેશનમાં ઘારા 342 અને 323 અંતર્ગત જ્યૂવિનાઇલ એક્ટ 2013 અંતર્ગત એફઆઈઆર નોંધવામાં આવી છે.પોલીસે મૌલવીની ઓળખ મુશ્તાક એહમદ ડાર તરીકે કરી છે. મૌલવી બારમૂલાના ઇકબાલ કોલોનીનો રહેવાસી છે

  હાલમાં મૌલવી પોલીસની ગિરફ્તમાં છે અને આગળની તપાસ ચાલુ છે. સોશિયલ મીડિયામાં વાઇરલ આ વીડિયો પર લોકોનો ગુસ્સો વધતો જઇ રહ્યો છે. લોકો આરોપી મૌલવી સામે કડક કાર્યવાહીની માગ કરી રહ્યાં છે.

(1:36 pm IST)