મુખ્ય સમાચાર
News of Friday, 1st June 2018

ચોમાસુ ૪૮ કલાકમાં આંધ્રપ્રદેશ સુધીઃ ૯મીએ મુંબઈમાં

મુંબઈમાં ૭મીથી વરસાદ ચાલુ થઈ જશેઃ હવામાન ખાતુ : વેરાવળથી કન્યાકુમારી સુધીના પટ્ટામાં શરૂઆતથી જ સારો વરસાદ પડશેઃપ્રિમોન્સુન એકટીવીટીના ભાગરૂપે સૌરાષ્ટ્ર- ગુજરાતમાં બપોર બાદ કોઈ- કોઈ સ્થળે મેઘો વરસશે

રાજકોટ,તા.૧: દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કર્ણાટકમાં વેલસેટ થઈ ગયું છે. આગામી ૪૮ કલાકમાં આંધપ્રદેશ સુધી પહોંચી જવાની પૂરેપૂરી સંભાવના છે. આ વખતે શરૂઆતથી જ વેસ્ટ કોસ્ટના પટ્ટામાં એટલે કે વેરાવળથી કન્યાકુમારી સુધીના પટ્ટામાં વધારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે.

જયારે ગઈસાંજે જસદણના આટકોટમાં ગાજવીજ સાથે મેઘરાજનું આગમન થયું તેવી જ રીતે હવે પ્રિમોન્સુન એકટીવીટીના ભાગરૂપે દરરોજ બપોર બાદ વાદળો બનશે અને કોઈ- કોઈ જગ્યાએ વરસાદ પડવાની શકયતા છે. હવે પ્રિમોન્સુન વરસાદ ચાલુ રહેશે. પશ્ચિમી પવન ફૂંકાતા હોય અને ભેજનું પ્રમાણ વધુ હોય ઝાપટાઓની શરૂઆત થશે.

વેસ્ટ કોસ્ટમાં એટલે કે વેરાવળથી કન્યાકુમારી સુધીના પટ્ટામાં આ વખતે શરૂઆતથી જ વધુ વરસાદ વરસવાની સંભાવના છે. દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કર્ણાટકમાં વેલસેટ થઈ ગયું છે. જે આગળ વધી આગામી ૪૮ કલાકમાં આંધ્રપ્રદેશ સુધી પહોંચી જશે. જયારે મુંબઈમાં ૭મી જુનથી પ્રિમોન્સુન વરસાદ વરસીવાનું ચાલુ થઈ જશે અને ૯ મી જુને બેસી જશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.

(1:17 pm IST)