મુખ્ય સમાચાર
News of Friday, 1st June 2018

દિલ્‍હીમાં શાકભાજીના ભાવોમાં ધરખમ ઘટાડો : જથ્‍થાબંધમાં ટમેટા રૂપિયે કિલો

ખેડુતો હેરાન પરેશાન

રાજકોટ તા ૦૧ : દેશની રાજધાની દિલ્‍હીમાં શાકભાજીની કિંમતોમાં બહુજ ઘટાડો નોંધાયો છે. હોલ સેલમાં તેની કિંમતો એટલી ઘટી  ગઇ છે કે ખેડુતોને બહુજ નુકશાન જઇ રહ્યુ છે પાકની પડતર કીંમત તો ઠીક, વાહનનું ભાડુ લાગે તેટલી કિંમતે પણ શાકભાજી નથી વેચાતી.

બટેટા સિવાય ની દરેક શાકભાજીનો ભાવ દસ રૂપિયાની અંદર છે આના લીધે ખેડુતોને મોટુ નુકશાના થઇ રહ્યુ છે. આ ઉપરાંત પેટ્રોલ-ડીઝલની કિંમતો વધવાથી વાહન ભાડુ વધી ગયું હોવાથી ખેડુતોને બેવડો માર પડે છે માર્કેટમાં સરખી કિંમતો ન મળતી હોય ખેડુતો શાકભાજી ફેંકીને ચાલ્‍યા જાય છે અને બીજી બાજુ સામાન્‍ય માણસને આ ઘટાડાનો કોઇ લાભ નથી મળી રહયો.

માર્કેટમાં શાકભાજી ભલે સસ્‍તી હોય પણ રીટેલ માર્કેટમાં તેના ભાવ ત્રણ ગણાથી પણ વધારે છે જેનાથી એક વાત સાબીત થાય છે કે ખેડુત નુકસાની ભોગવે છે, સામાન્‍ય ગાહક ને શાકભાજી મોંઘી મળે છે એટલે કે વચ્‍ચેના વેપારીઓ મોટો નફો ખાઇ રહ્યા છે.

(12:35 pm IST)