મુખ્ય સમાચાર
News of Friday, 1st June 2018

નરેન્‍દ્રભાઇનો વિદેશ પ્રવાસ અંતિમ તબકકામાં: સિંગાપુરના રાષ્‍ટ્રપતિ-વડાપ્રધાન સાથે મુલાકાત

શાંગ્રીલામાં આજે ઉદબોધન કરશેઃ સિંગાપોરમાં બિઝનેસ સમિટના કાર્યક્રમમાં સંબોધન

સિંગાપોરઃ તા.૧, ત્રણ દેશની યાત્રાએ ગયેલા વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીનો આજે સિંગાપોરમાં બીજો દિવસ છે. શુક્રવારે પ્રેસિડેન્‍શિયલ પેલેસમાં તેમનું ઔપચારિક સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. અહીં તેમણે સિંગાપોરના રાષ્ટ્રપતિ હલીમા યાકુબ સાથે મુલાકાત કરી હતી. આજે પીએમ મોદી સિંગાપોરના પીએમ લી સીએન લૂંગ સાથે પણ મુલાકાત કરશે.

આ દરમિયાન બંને દેશોના વિવિધ ક્ષેત્રે સમજૂતી કરાર કરવામાં આવશે અને ત્‍યાર પછી જોઈન્‍ટ સ્‍ટેટમેન્‍ટ પણ આપવામાં આવશે.  સિંગાપોરના વડાપ્રધાને મોદી માટે લંચ ઓર્ગેનાઈઝ કર્યું છે. અહીં આજે મોદી શાંગરી-લા ડાયલોગ્‍સમાં સ્‍પીચ પણ આપશે. નોંધનીય છે કે, મોદીએ સિંગાપોરમાં ગુરુવારે બિઝનેસ સમિટના એક કાર્યક્રમમાં પણ સંબોધન કર્યું હતું.

    ભારત અને સિંગાપોરમાં પીએમ મોદીની યાત્રા દરમિયાન ૧૪ ઉદ્યોગોના ઉદ્યોગો (B2B) સાથે અને ઉદ્યોગોના સરકાર (B2G) સાથે કરાર કરવામાં આવ્‍યા છે. વિદેશ જણાવ્‍યા મુજબ વડાપ્રધાન મોદીની હાજરીમાં ભારત અને સિંગાપોર વચ્‍ચે ૧૪ B2B અને B2G દસ્‍તાવેજ કરવામાં આવ્‍યા છે.

(12:32 pm IST)