મુખ્ય સમાચાર
News of Friday, 1st June 2018

ચોમાસાના પડધમ છતા ઉત્તર ભારત ગરમીથી ત્રસ્‍તઃ શ્રીગંગાનગરમાં ૪૮ ડિગ્રીઃ દિલ્‍હીમાં ગરમી કેર વરસાવે છે

 નવી દિલ્‍હીઃ તા.૧, ચોમાસુ દસ્‍તક દઇ રહયુ છે ત્‍યારે ઉતર ભારતમાં હજુ પણ પ્રચંડ ગરમીનો પ્રકોપ ચાલુ છે. રાજધાની દિલ્‍હીમાં ગઇકાલનો દિવસ ખુબ જ ગરમ રહયો. અહિયાં ગુરૂતમ તાપમાન ૪૧.૨ડિગ્રી રહયું જે સીઝનમાં સામાન્‍યથી બે ડિગ્રી વધુ હતુ હવામાન ખાતા દ્વારા જોરદાર પવન ફુંકાવાની સાથે આંશીક રુપે છવાયેલા રહેવાનું અનુમાન દર્શાવેલ

 જયારે દિલ્‍હીમાં ગઇકાલે ગુરૂત્તમ તાપમાન ૪૨ અને  લધુત્તમ ૩૦ ડિગ્રી નોંધવામાં આવેલ. પંજાબ, હરીયાણાના મોટા ભાગના વિસ્‍તારોમાં જોરદાર ગરમી પડી રહી છે હરીયાણાના હિસાર અને ભીવાનીમાં પારો ૪૪ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો જે આ વિસ્‍તારનું સૌથી ગરમ સ્‍થાન રહયું હતુ. બંને રાજયોમાં સામાન્‍યથી ૧-૨ ડિગ્રી વધુ ગરમી રહેલ.

 ઉત્તરપ્રદેશના પણ મોટાભાગના વિસ્‍તારોમાં ભયંકર ગરમી પડી રહી છે. અહિયા બરેલી અને મેરઠમાં દિવસનું તાપમાન સીઝન દરમિયાન સામાન્‍ય રહેલ. ઔરાઇ પ્રદેશ રાજયનો સૌથી ગરમ વિસ્‍તાર રહયો હતો. જયાં તાપમાન ૪૬.૫ ડિગ્રી પહોંચેલ

 રાજસ્‍થાનના મોટાભાગના વિસ્‍તારોમાં ગુરૂત્તમ  તાપમાન સામાન્‍યથી વધુ રહયું. શ્રી ગંગાનગર ૪૮.૧ ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહયું હતું.

(12:21 pm IST)