મુખ્ય સમાચાર
News of Friday, 1st June 2018

આજથી બેન્‍કો પુનઃ ધમધમીઃ ભારે ભીડઃ બે દિવસની હડતાલથી ૮૦ લાખ ચેકનું કલીયરીંગ અટકી ગયું

રાજકોટઃ બેંકના કર્મચારીઓની બે દિવસની હડતાલ બાદ બેન્‍કો આજથી ફરી ધમધમી છે, પડતર કામકાજ નિપટાવવા આજે ગ્રાહકો બેન્‍કોમા ઉમટી પડતા બેન્‍કોમાં ભારે ભીડ જોવા મળી હતી. બેન્‍કોના કેશ કાઉન્‍ટરો પર લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી. બે દિવસની હડતાલની કારણે ૮૦ લાખ જેટલા ચેકોનું ક્‍લીયરીંગ અટકી ગયુ હતું. મહિનાના અંતમાં જ હડતાલ પડતા ગ્રાહકોને ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડયો હતો. કર્મચારીઓ પગાર વધારાની માંગણીસર હડતાલ પર ઉતર્યા હતા.

(11:04 am IST)