મુખ્ય સમાચાર
News of Friday, 1st June 2018

કર્ણાટકઃ કોંગ્રેસના નેતાઓના સગાઓને ત્‍યાં સીબીઆઈના દરોડા

પુરાની નોટની અદલા-બદલીનો આરોપ

બેંગ્‍લોર, તા. ૧ :. સીબીઆઈ દ્વારા કોંગ્રેસી નેતા ડી.કે. શિવકુમાર સાથે સંકળાયેલા કેટલાક લોકોના ઘરે અને ઓફિસો પર દરોડા પાડયા હતા. ચલણમાંથી કાઢી નાખવામાં આવેલ નોટોની અદલા બદલીના આરોપમાં બેંગલુરૂ, કનકપુર અને રામનગરમાં પાંચ જગ્‍યાએ દરોડાઓ પાડવામાં આવ્‍યા. સીબીઆઈના કહેવા મુજબ કોર્પોરેશન બેંક રામનગરના મેનેજર બી. પ્રકાશે કેટલાક અજાણ્‍યા શખ્‍સો સાથે મળીને ૧૦ લાખની જુની નોટો સામે નવી નોટો આપી હતી. પ્રકાશ અને કોર્પોરેશન બેંકના બીજા અધિકારી સામે ૭ એપ્રિલ ૨૦૧૭ના રોજ કેસ દાખલ કરાયો હતો.

સુરેશ એ આરોપ લગાવ્‍યો છે કે કેન્‍દ્ર સરકાર મને અને મારા ભાઈ શિવકુમારને નિશાન બનાવી રહી છે. બીજાને નિશાન બનાવીને અમારા સુધી પહોંચવાની કોશિષ થઈ રહી છે.

 

(11:04 am IST)