મુખ્ય સમાચાર
News of Friday, 1st June 2018

પ્રીપેડ ગ્રાહકો માટે ખુશખબર

Jioની હોલિડે હંગામા ઓફરઃ ૨૯૯ રૂપિયામાં મળશે ૩૯૯ની ઓફર

નવી દિલ્હી તા. ૧ : રિલાયન્સ જિયોએ પોસ્ટપેઇડ ગ્રાહકોને ભેટ આપ્યા બાદ હવે પ્રીપેડ યુઝર્સ માટે 'હોલિડે હંગામા ઓફર'રજૂ કરી છે, જે અંતર્ગત કંપનીએ ૩૯૯ રૂપિયાનો તેનો પ્લાન માત્ર ૨૯૯ રૂપિયામાં આપવાની ઓફર કરી છે. જોકે આ ૧૦૦ રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પ્રીપેડ યુઝર્સને 'માય જિયો એપ'થી મળશે, જે ફોન પે દ્વારા ચૂકવશે.

કંપનીની આ ઓફર ૧ જૂનથી ૧૫ જૂન, ૨૦૧૮ સુધી રહેશે. સપ્ટેમ્બર, ૨૦૧૬માં પોતાના લોન્ચિંગ બાદથી જ અલગ અલગ ઓફર્સથી ટેલિકોમ માર્કેટમાં ધૂમ મચાવી દેનારી જિયોની આ ઓફર ફરી એક વાર હરીફાઈ વધારી શકે છે અને અન્ય કંપનીઓ પ્રાઇવ વોરના દબાણમાં આવી શકે છે.

જિયોનો ૩૯૯ રૂપિયાનો પ્લાન ૧૦૦ રૂપિયાના ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ બાદ રૂ. ૨૯૯માં ઉપલબ્ધ છે. કંપની તરફથી આપવામાં આવતા ૧૦૦ રૂપિયાના આ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટમાં બે મુખ્ય કમ્પોનેન્ટનો સમાવેશ થાય છે.

(૧) જે પ્રીપેડ યુઝર્સ જિયો એપ દ્વારા રિચાર્જ કરશે તેમને ૫૦ રૂપિયાનું કેશબેક વાઉચર મળશે. (૨) જિયો એપ પર ફોન પે દ્વારા જો તમે પેમેન્ટ કરશો તો તમને ૫૦ રૂપિયાનું કેશબેક મળશે.

કંપનીની આ ઓફર સીમિત સમય માટે જ છે. ૧૫ જૂન, ૨૦૧૮ સુધી જ તેનો લાભ લઈ શકો છો. કંપનીએ હોલિડે સિઝનમાં તેને લોન્ચ કરી છે અને તેથી આ ઓફરને 'હોલિડે હંગામા'નામ આપવામાં આવ્યું છે.

નવી ઓફરમાં જિયોની અનલિમિટેડ મંથલી સર્વિસીસ ઓફર માત્ર ૧૦૦ રૂપિયામાં મળશે. તે અંતર્ગત ૧.૫ જીબી ડેટા રોજ મળશે. ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ જિયોની ૩૯૯ રૂપિયાની ઓફર ત્રણ મહિના માટે હોય છે. આવામાં જો રૂ. ૧૦૦નું ડિસ્કાઉન્ટ ઘટાડી દઈએ તો રૂ. ૨૯૯ જ રહે છે. આ હિસાબે માસિક ખર્ચ આપશો તો એક પ્રીપેડ યુઝરને મહિને રૂ. ૧૦૦ જ ખર્ચ કરવા પડશે.

(10:35 am IST)