મુખ્ય સમાચાર
News of Friday, 1st June 2018

લોકસભામાં ભાજપ બહુમતિ ઘટીને હવે ૨૭૩ થઇ ચુકી છે

૧૩ લોકસભા સીટો પૈકી પેટાચૂંટણીમાં ૮માં હારઃ બહુમતિનો આંકડો લોકસભામાં ભાજપ પાસે હજુય છે

નવીદિલ્હી, તા.૩૧: વર્ષ ૨૦૧૪માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપે ૨૮૨ સીટ પર જીત મેળવી હતી. ગૃહમાં બહુમતિના આંકડા કરતા ૧૦ સીટો વધારે ભાજપે જીતી લીધી હતી. ખુબ શાનદાર દેખાવ કરવામાં આવ્યો હતો. હવે ૨૦૧૮ની વાત કરવામાં આવે તો આજે ચૂંટણી પરિણામ જાહેર થયે બાદ ભાજપની પાસે લોકસભામાં ૨૮૨થી ઘટીને ૨૭૩ સીટો રહી ગઈ છે. આમા લોકસભા સ્પીકરને સામેલ કરવામાં આવ્યા નથી. ભાજપની પાસે હજુ પણ બહુમતિનો આંકડો છે. સાથે સાથે સાથી પક્ષોની ૧૨ સીટો પણ છે. અલબત્ત ૨૦૧૪થી હજુ સુધી ભાજપની આઠ સીટો ઘટી ગઈ છે. આ બાબત સંકેત આપે છે કે, પાર્ટીને ૨૦૧૯માં પાર્ટીને સત્તા પર આવવા માટે ખુબ મહેનત કરવી પડશે. ભાજપની ૨૮૨થી ઘટીને ૨૭૩ સીટો કેમ થઇ તેને લઇને પણ રાજકીય પંડિતોમાં ગણતરી ચાલી રહી છે. ભાજપના યેદીયુરપ્પા અને શ્રીરામુલુએ હાલમાં જ લોકસભા બેઠક પરથી રાજીનામુ આપ્યું હતું. બંનેએ કર્ણાટક વિધાનસભાના સભ્ય તરીકે શપથલીધા હતા. પેટાચૂંટણીમાં ભાજપને બંને સીટો ઉપર હારનો સામનો કરવો પડ્યો છે. આજ કારણસર ભાપજની સીટોમાં ઘટાડો થયો છે. ૧૩ લોકસભા સીટ પર થયેલી પેટાચૂંટણીમાં આઠ ઉપર ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. આમા એ સીટ પણ સામેલ છે જેના પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા હતા જેમાં કૈરાના સીટનો પણ સમાવેશ થાય છે. આ સીટ પાર્ટીના નેતા હુકમસિંહના અવસાન બાદ ખાલી થઇ હતી. અહીં આરએલડીના ઉમેદવારની જીત થઇ છે. ઉત્તરપ્રદેશ ઉપરાંત ભાજપને સાંસદ દિલીપસિંહ હુરિયાના અવસાન બાદ ખાલી થયેલી સીટ પર યોજાયેલી સીટ પર હારનો સામનો કરવો પડ્યો છે.

(12:00 am IST)