મુખ્ય સમાચાર
News of Friday, 1st June 2018

ઈન્ફોસિસના સહ-સંસ્થાપક પોતાની અડધાથી વધુ સંપત્તિ કરશે દાન !

માઈક્રોસૉફ્ટના કો-ફાઉન્ડર બિલ-મલિન્ડા ગેટ્સ અને વૉરેન બફેટના પરોપકારી સંગઠનમાં શામેલ થશે

નવી દિલ્હી :ઈન્ફોસિસના સહ-સંસ્થાપક અને ચેરમેન નીલકેણિ. તેમની પત્ની રોહિણી નીલકેણિ દંપતી પોતાની અડધાથી વધુ સંપત્તિ દાન કરશે નીલકેંણી દંપતી ઉપરાંત  ભારતીય મૂળના અબજોપતિઓ સહિતના તમામ લોકો માઈક્રોસૉફ્ટના કો-ફાઉન્ડર બિલ-મલિન્ડા ગેટ્સ અને અમેરિકન બિઝનેસ ટાઈકૂન વૉરેન બફેટના પરોપકારી સંગઠનમાં શામેલ થવા જઈ રહ્યાં છે. લોકો પરોપકારના કાર્યો માટે પોતાની અડધીથી વધુ સંપત્તિ દાન કરી દેશે.

   દાનવીરોમાં નીલકેણિ દંપતી ઉપરાંત અનીલ અને અલ્લિસન ભૂસરી, શમશીર અને શબીના વાયાલિલ, બીઆર શેટ્ટી અને તેમની પત્ની ચંદ્રકુમારી રઘુરામ શેટ્ટી શામેલ છે. બધા 14 દાનવીરોમાં શામેલ છે જેમણે ગત વર્ષે સંઘમાં શામેલ થવાનો નિર્ણય લીધો હતો. અત્યાર સુધી સંઘમાં 22 દેશોના 183 લોકો શામેલ થઈ ચૂક્યા છે. સંઘ 2010માં 40 અમેરિકન દાનવીરોના સંકલ્પથી શરૂ થયો હતો.

  નંદન નિલકેણિ ઈન્ફોસિસ ઉપરાંતએકસ્ટેપના પણ કો-ફાઉન્ડર છે. એક NGO છે જે દેશના 20 કરોડથી વધુ બાળકોને જ્ઞાન આધારિત પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવી તેમની શીખવાની ક્ષમતાને વધારવામાં મદદ કરે છે.

   નંદનની પત્ની રોહિણીઅર્ધ્યમની સંસ્થાપક અને ચેરપર્સન છે. ફાઉન્ડેશન જળસંચય અને સાફ-સફાઈના ક્ષેત્રમાં કામ કરે છે. સંગઠન સમગ્ર ભારતમાં આવી યોજનાઓને રૂપિયા આપે છે.

પોતાના દાનપત્રમાં નંદને ભગવદગીતાના શ્લોકનો ઉલ્લેખ કરતા લખ્યું કે, ‘આપણને કર્તવ્ય કરવાનો અધિકાર છે પણ તેનું ફળ મેળવવાનો અધિકાર નથી. અઘરું છે કે, આપણે માત્ર ભયથી કર્મહીન બનેલા રહીએ કે, આપણને કોઈ લાભ થવાનો નથી. આપણે તે દરેક વસ્તુ આપી દેવી જોઈએ જે આપણી પાસે સર્વશ્રેષ્ઠ છે.’

  શરૂઆતના આઠમા વર્ષમાં ટ્રસ્ટ સાથે દુનિયાભરના પરોપકારી લોકો જોડાઈ ચૂક્યા છે. આમા, કેનેડા, ભારત. યુએઈ અને અમેરિકાના અબજોપતિઓ શામેલ છે. સંગઠનમાં દુનિયાભરના ધનાઢ્યો કે, જેઓ પોતાના જીવતેજીવ અડધી અથવા તેથી વધુ સંપત્તિ દાન કરી દે તેમને શામેલ કરવામાં આવે છે.

(12:00 am IST)