મુખ્ય સમાચાર
News of Friday, 1st June 2018

ઉત્તરપ્રદેશની નૂરપૂર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની જીત બાદ યુવાનોને પણ શરમાવે તેવો ડાન્સ વૃદ્ધે કર્યો

નૂરપૂરઃ યુપીની કેરાના લોકસભા અને નૂરપુર વિધાનસભા સીટ પર વિપક્ષી દળો એક સાથે આવ્યા અને ભાજપને પરાસ્ત કરી નાખ્યું. નૂરપુર વિધાનસભા સીટ પર થયેલા ઈલેક્શનમાં સમાજવાદી પાર્ટીના નઇમ ઉલ હસને શાનદાર જીત નોંધાવી. તેમને બીજીપીની અવની સિંહને 6211 વોટોથી હરાવી. સમાજવાદી પાર્ટીની શાનદાર જીત પછી પાર્ટી કાર્યકર્તાઓમાં જીતની ખુશી સાફ દેખાઈ રહી છે. કાર્યકર્તાઓ જીતની ખુશીમાં નાચી રહ્યા છે. આ જશ્નમાં યુવાનો જ નહીં પરંતુ વૃદ્ધ પણ જોડાઈ રહ્યા છે.

નૂરપુરમાં સપાની જીતનો અસર લખનવમાં પણ જોવા મળ્યો. અહીં સપા કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા અને જીતની ખુશી મનાવવા લાગ્યા. લખનવમાં જશ્ન દરમિયાન એક વૃદ્ધ પણ નાચતા જોવા મળ્યા. આ ડાન્સ દરમિયાન વૃદ્ધ વ્યક્તિનો અંદાઝ ખુબ જ ખાસ હતો. વીડિયોમાં વૃદ્ધ વ્યક્તિ જે રીતે નાચી રહ્યો છે, જુમી રહ્યો છે, તેને જોઈને યુવાનો પણ શરમાઈ જાય.

સમાજવાદી પાર્ટીના આ વૃદ્ધ સમર્થકનો ડાન્સ અંદાઝ ખુબ જ અલગ હતો. જીતની ખુશીમાં તેના ડાન્સ અંદાઝને ખુજલી ડાન્સ કહેવામાં આવે તો તેમાં કોઈ પણ ખોટું નથી. તેમના ડાન્સનો અંદાઝ કોઈ પણ હોય પરંતુ નૂરપુરમાં સપાના જીત માટેની ખુશી તેમના ચહેરા પર સાફ જોવા મળી રહી છે.

નૂરપુર વિધાનસભા ઉપચુનાવમાં સપા ઉમેદવારે જીત નોંધાવી છે. આપણે જણાવી દઈએ કે આ સીટ પહેલા બીજેપી પાસે હતી. આ સીટ લોકેન્દ્ર સિંહ ચૌહાણના નિધન થવાને કારણે ખાલી થયી હતી. નૂરપુર સિવાય સપા સમર્થક આરએલડી તબસ્સુમ હસને પણ કેરાના લોકસભા સીટ પર બીજેપીને હરાવીને જીત મેળવી છે.

(10:00 am IST)