મુખ્ય સમાચાર
News of Saturday, 1st May 2021

ટીચર વિદ્યાર્થીની સામે પત્ની સાથે રોમાન્સ કરવા લાગ્યા

ટીચર ઝૂમ ક્લાસમાં વિદ્યાર્થી સામે લાઈવ હતા : શિક્ષકે ક્લાસ જેવા પુરા કર્યા કે પત્ની તેની પાસે આવી ટીચર ઓનલાઇન ઝૂમ ક્લાસ બંધ કરવાનું ભૂલી ગયો

નવી દિલ્હી,તા. : કોરોનાકાળમાં હવે મોટાભાગના લોકો ઘરેથી કામ કરી રહ્યા છે અને દરમિયાન અધિકારીઓ, નેતાઓની મીટિંગ અને બાળકોના ક્લાસ ઓનલાઇન યોજાઇ રહ્યા છે. મીટિંગ દરમિયાન ઘણીવાર એવી ઘટનાઓ બને છે જે લોકો માટે શરમજનક વિષય બની ચૂકી છે. આવો એક કિસ્સો કોલંબિયાથી સામે આવ્યો હતો, જ્યાં એક ટીચરની એવી હરકત વાયરલ થઇ રહી છે. જેથી તેને પોતાને ખૂબ અફસોસ થશેડેલીમેલના એક રિપોર્ટ અનુસાર કિસ્સો કોલંબિયાના એક કેથોલિક સ્કૂલનો છે.

એક શિક્ષકે પોતાના ઓનલાઇન ક્લાસ જેવા પુરા કર્યા કે તેની પત્ની તેની પાસે આવી ગઇ. ટીચર પોતાના ઓનલાઇન ઝૂમ ક્લાસ બંધ કરવાનું ભૂલી ગયો. દરમિયાન ટીચર પોતાની પત્ની સાથે રોમાન્સ કરતો જોવા મળ્યો. પરંતુ જેવું તેને સ્ક્રીન તરફ જોયું તો સમજાયું ગયું કે તે પોતાના ઓનલાઇન ઝૂમ ક્લાસને બંધ કરવાનું ભૂલી ગયો. તેને બંધ તો કર્યું પરંતુ ઘટના ત્યાં સુધી વાયરલ થઇ ચૂકી હતી. ટીચરને પોતાની ભૂલનો અહેસાસ થયો. તેને અહેસાસ થયો કે આમ થવું જોઇએ.

 ટીચરે ત્યારબાદ બધાની માફી પણ માંગી. વીડિયો બાદ તેમણે પણ કહ્યું કે નિશ્વિતરૂપથી મારી ભૂલ હતી, કારણ કે મને અહેસાસ થયો હતો કે ક્લાસના અંતે કેમેરો હજુ પણ ચાલુ છે. ટીચરે આગળ કહ્યું કે કોઇપણ ક્ષણે મેં જાણીજોઇને કર્યું નથી. આકસ્મિક હતું. હું ગુના બદલ માફી માંગુ છું. જોકે તેને કેથેલિક સ્કૂલના પ્રિંસિપાલે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.

સ્કૂલના પ્રિંસિપાલે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે એક ગંભીર મામલો છે જેમાં ક્લાસના શિક્ષકે અયોગ્ય કાર્ય કર્યું જે સ્કૂલના વિદ્યાર્થાઓ દ્વારા નોંધ લેવામાં આવી હતી. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

(7:28 pm IST)