મુખ્ય સમાચાર
News of Saturday, 1st May 2021

દિલ્હીમાં વધુ એક સપ્તાહ માટે લોકડાઉન લંબાવાયું : અરવિંદ કેજરીવાલની જાહેરાત

પોઝિટિવિટી રેટ લગભગ 36-37% સુધી પહોંચી ગયો

નવી દિલ્હી : દિલ્હીમાં કોરોના વાયરસનાં વધતા કેસને જોતા લોકડાઉન વધુ એક સપ્તાહ માટે વધારી દેવામાં આવ્યું છે, દિલ્હીનાં મુખ્ય પ્રધાન અરવિદ કેજરીવાલે શનિવારે લોકડાઉન વધારવાની ઘોષણા કરી, દિલ્હીમાં હાલ લોકડાઉન 3 મે સવારનાં 5 વાગ્યા સુધીનું છે, હવે તે એક વધુ એક સપ્તાહ માટે વધારવામાં આવ્યું છે.

દિલ્હીમાં પોઝિટિવિટિ રેટ હાલ પણ 30%થી વધુ છે, જે ચિંતાજનક છે, મુખ્ય પ્રધાન અરવિદ કેજરીવાલે જણાવ્યું કે લોકડાઉન દરમિયાન જોવા મળ્યું કે પોઝિટિવિટી રેટ લગભગ 36-37% સુધી પહોંચી ગયો, અમે દિલ્હીમાં આટલો સંક્રમણ દર અત્યાર સુધી ક્યારેય પણ નથી જોયું, છેલ્લા એક-બે દિવસથી સંક્રમણ દર થોડો નીચે આવ્યો છે.

આ પહેલા 19 એપ્રિલથી દિલ્હીમાં સોમવાર રાત્રે 10 વાગ્યાથી લોકડાઉન લગાવવામાં આવ્યું છે, જે આગામી એપ્રિલ કરવામાં આવ્યું હતું, આ દરમિયાન ઘણા પ્રકારનાં નિયંત્રણો લગાવવામાં આવ્યા હતાં, પરંતું લોકોની જરૂરીયાત પ્રમાણે રાહત પણ આપવામાં આવી હતી.

(7:05 pm IST)