મુખ્ય સમાચાર
News of Saturday, 1st May 2021

ઓકિસજનની અછત થશે દૂર

હવે નાઇટ્રોજન યુનિટમાં ઉત્પન્ન થશે ઓકિસજન

મુંબઇ,તા. ૧: કોરોના દર્દીઓના જીવ બચાવવા માટે જરૂરી ઓકિસજનની અછત દૂર થઇ શકે છે. ખરેખર તો નાઇટ્રોજન યુનિટમાં થોડો ફેરફાર કરીને પ્રાણવાયુ બનાવી શકાય છે આ જટીલ સમસ્યાનું સમાધાન શોધવા માટે આઇઆઇટી બોમ્બેનો આ પાયલોટ પ્રોજેકટ સફળ રહ્યો છે. તેમાં ટાટા કન્સલ્ટીંગ એન્જીનીયર્સ અને સ્પેનટેક એન્જીનીયર્સ સહયોગ કર્યો હતો.

ટીમના લીડર આઇઆઇટી બોમ્બેના ડીન પ્રોફેસર મિલીંદ અત્રેએ જણાવ્યુ કે નાઇટ્રોજન યુનિટ પણ વાયુમંડળમાંથી હવા લે છે. અને ઓકિસજન પણ હવામાંથી જ તૈયાર થાય છે. આ પ્રયોગ હેઠળ પ્રેસર સ્વીંગ એબ્સોર્પ્શન (પીએસએ) નાઇટ્રોજન યુનિટને સામાન્ય ટેકનીકલ ફેરફારોથી પીએસએ ઓકિસજન યુનિટમાં ફેરવીને નાઇટ્રોજનને બદલે ઓકિસજનનું ઉત્પાદન કરી શકાય છે.

(2:48 pm IST)