મુખ્ય સમાચાર
News of Saturday, 1st May 2021

પુત્રવધૂ ગર્ભવતી હોવાની જાહેરાત કરે એ પહેલાં સાસુજી બોલ્યાં:'હું પ્રેગ્નન્ટ છું'

નવી દિલ્હી, તા.૧: એક મહિલાએ તેનાં લગ્નના દિવસને તેની સાસુમાએ કેવી રીતે પોતાનો ખાસ દિવસ બનાવી લીધો એની વાત સોશ્યલ મીડિયા પર અપલોડ કરી છે.

લગ્ન પ્રત્યેકના જીવનનો ખાસ દિવસ હોય છે અને પ્રત્યેકે એ દિવસ માટે ખાસ સ્વપ્ન જોયાં હોય છે.

એક મહિલાએ તેનાં લગ્નના દિવસને તેની સાસુમાએ કેવી રીતે પોતાનો ખાસ દિવસ બનાવી લીધો એની વાત સોશ્યલ મીડિયા પર અપલોડ કરી છે.

વાત જાણે એમ છે કે લગ્નના દિવસે આ યુગલે (પુત્ર-પુત્રવધૂએ) પોતે પપ્પા-મમ્મી બનવાનાં હોવાની જાહેરાત કરવાનું વિચાર્યું હતું, પણ પતિ એ વાતની જાહેરાત કરે એ પૂર્વે વરની મમ્મીએ સ્ટેજ પરથી પોતે ગર્ભવતી હોવાની જાહેરાત કરીને વર-વધૂની યોજનાને ધૂળમાં ભેળવી દીધી હતી. નવવધૂએ કહ્યું હતું કે એક તો આમ પણ કોવિડને કારણે લગ્ન સમારંભ નાના પાયે યોજવામાં આવ્યો હતો. ગણતરીના માણસો આ સમારંભમાં હાજર રહ્યા હતા. બધાની હાજરીમાં અમે મમ્મી-પપ્પા હોવાની જાહેરાત કરવાનાં હતાં, પરંતુ એટલામાં વરની માતાએ પોતે માઇક હાથમાં લઈને કોઈ કાંઈ સમજે એ પહેલાં પોતાની ગર્ભાવસ્થાની જાહેરાત કરતાં વર-વધૂના વિશેષ દિવસનો ફિયાસ્કો થઈ ગયો હતો.

(2:47 pm IST)