મુખ્ય સમાચાર
News of Saturday, 1st May 2021

મે મહિનાની શરૂઆતમાં ગેસ સિલિન્ડરના ભાવમાં કોઇ ફેરફાર નહિ

એપ્રિલમાં ઘટયા હતા ૧૦ રૂપિયા : હાલમાં દિલ્હીમાં સિલિન્ડરનો ભાવ ૮૦૯ રૂપિયા

નવી દિલ્હી તા. ૧ : સરકારી તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. એપ્રિલમાં ગેસના ભાવમાં ૧૦ રૂપિયા ઘટ્યા હતા તો આ મહિને તેમાં કોઈ ફેરફાર કરાયો નથી.

સરકારી તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. ૧ મેના રોજ ગેસ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. સબ્સિડી વિનાના સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. ગયા મહિને તેમાં ૧૦ રૂપિયાનો ઘટાડો કરાયો હતો તો માર્ચમાં ભાવમાં વધારો થયો હતો.

હાલમાં દિલ્હીમાં ગેસ સિલિન્ડરનો ભાવ ૮૦૯ રૂપિયા છે. જાન્યુઆરીમાં સિલિન્ડરનો ભાવ ૬૯૨ રૂપિયા હતો. ફેબ્રુઆરીમાં ભાવ વધીને ૭૧૯ રૂપિયા થયો હતો. ૧૫ ફેબ્રુઆરીએ ફરી ભાવ વધ્યા અને ૭૬૯ રૂપિયા થયો તો ૨૫ ફેબ્રુઆરીએ ભાવ ૭૯૪ રૂપિયા સુધી થયો હતો. માર્ચમાં એલપીજી સિલિન્ડરની કિંમત ૮૧૯ રૂપિયા કરાઈ હતી. એપ્રિલમાં ભાવમાં ૧૦ રૂપિયાનો ઘટાડો થયો હતો અને તે ૮૦૯ રૂપિયા રહી હતી. આ મહિને પણ કોઈ ફેરફાર ન આવ્યો હોવાથી સિલિન્ડરની કિંમત ૮૦૯ રૂપિયા રહી છે.

(2:46 pm IST)