મુખ્ય સમાચાર
News of Saturday, 1st May 2021

કોરોના બેફામઃ પહેલીવાર ૪ લાખથી વધુ કેસઃ ૩૫૨૩ના મોત

દેશમાં કોરોના ભયાનક રીતે ધૂણી રહ્યો છેઃ છેલ્લા ૨૪ કલાકમાં નવા ૪૦૧૯૯૩ કેસઃ રીકવર થયા ૧૫૬૮૪૪૦૬: કુલ મૃત્યુઆંક ૨૧૧૮૫૩ : દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૧૯૧૬૪૯૬૯: હાલ ૩૨૬૮૭૧૦ એકટીવ કેસઃ ૨૪ કલાકમાં ૧૯૪૫૨૯૯નું ટેસ્ટીંગ

નવી દિલ્હી, તા. ૧ :. દેશમાં કોરોના વાયરસની બીજી લહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. કોરોનાનો વધતો ગ્રાફ જણાવે છે કે દેશમાં કોરોનાની સ્થિતિ બેકાબુ બની ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી આંકડાઓ અનુસાર કોરોનાના નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા ૧ કરોડ ૯૧ લાખ ૬૪ હજાર ૯૬૯ થઈ છે. છેલ્લા ૨૪ કલાકમા કોરોના વાયરસના નવા ૪૦૧૯૯૩ કેસ સામે આવ્યા છે જ્યારે એક દિવસમાં ૩૫૨૩ લોકોના મોત થયા છે.

મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં અત્યાર સુધીમાં ૧ કરોડ ૫૬ લાખ ૮૪ હજાર ૪૦૬ લોકો રીકવર થયા છે. જ્યારે હાલ ૩૨ લાખ ૬૮ હજાર ૭૧૦ એકટીવ કેસ છે. છેલ્લા ૨૪ કલાકમાં થયેલા મોત બાદ દેશમાં મૃતકોની સંખ્યા વધીને હવે ૨ લાખ ૧૧ હજાર ૮૫૩ની થઈ છે. દેશમાં ૨૪ કલાકની અંદર ૧૯૪૫૨૯૯ લોકોની તપાસ થઈ હતી.

કોરોનાની સૌથી માઠી મહારાષ્ટ્રમાં છે. ૨૪ કલાકમાં ૬૨૯૧૯ નવા કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન ૮૨૮ લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૬૮૮૧૩ લોકોના મોત થયા છે.

દેશમાં કુલ ૨૮,૮૩,૩૭,૩૮૫ લોકોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યુ છે. ૨૪ કલાકમાં ૨૯૯૯૮૮ લોકો સાજા થયા છે. કુલ રીકવરી ૧૫૬૮૪૪૦૬ની થઈ છે. રીકવરી રેટ ૮૧.૮૪ ટકા છે.

મહારાષ્ટ્ર, કર્ણાટક, યુપી, કેરળ, રાજસ્થાન, ગુજરાત, છત્તીસગઢ, આંધ્ર, તામીલનાડુ અને પ.બંગાળમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે.

(11:03 am IST)