મુખ્ય સમાચાર
News of Saturday, 1st May 2021

કર્ણાટક મ્યુ. કોર્પો. ચૂંટણીમાં ભાજપને સણસણતો તમાચો : ૧૦માંથી ૭ પર કોંગ્રેસનો વિજય વાવટો

ભાજપને કુલ ૫૬ બેઠકો જ મળી : કોંગ્રેસને ૧૧૯ : જેડીએસને ૬૭

બેંગ્લોર તા. ૧ : પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા પહેલા કર્ણાટકમાં બીજેપીને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યમાં બીજેપીને નગર નિગમ ચૂંટણીમાં ઘોર પરાજ્ય મળ્યો છે. જે ૧૦ સ્થાનિક નિગમ માટે ચુંટણી યોજાય હતી. તેમાંથી ૭ પર કોંગ્રેસે કબ્જો જમાવ્યો છે. બીજેપીને ફકત એક જગ્યાએ જીત મળી છે. નિગમ ચૂંટણીના પરિણામો આવ્યા બાદ કર્ણાટક કોંગ્રેસ કમિટિના અધ્યક્ષ ડી.કે.શિવકુમારે જનતાનો આભાર માન્યો છે. કોંગ્રેસની જીત પર ડી.કે.શિવકુમારે ટ્વિટ કર્યું, ૧૦ શહેરી નિગમોમાં થયેલી ચૂંટણીમાં ૭ પર કોંગ્રેસે જીત મેળવી છે. બીજેપી ફકત એક પર જ જીતી છે.

કોંગ્રેસની જીત પર ડીકે શિવકુમારે ટ્વીટ કરી કે ૧૦ મ્યુનિસિપલ કાઉન્સિલમાં થયેલ ચૂંટણીમાં ૭ પર કોંગ્રેસે જીત મેળવી છે. ભાજપ માત્ર એક પર જીત્યું છે. કોંગ્રેસ પાર્ટી પર ભરોસો રાખનાર અને ભાજપને તેના કુશાસન પર સજા આપવા માટે કર્ણાટકના લોકોનો ધન્યવાદ. કુલ મળીને કોંગ્રેસે ૧૧૯ સીટ જીતી છે

જયારે ભાજપે માત્ર ૫૬ અનેજેડીએસ એ ૬૭ સીટો પર જીત પ્રાપ્ત કરી છે.

કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારે ટ્વીટમાં લખ્યું કે અત્યારે જીતનો જશ્ન મનાવાનો સમય નથી પરંતુ આપણે આ મુશ્કેલ સમયમાં પ્રજાની સેવા પ્રત્યે આપણા સમર્પણ માટે કટીબદ્ઘ છીએ. હું કર્ણાટકમાં મારી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓને અપીલ કરૃં છું કે કોઇપણ પ્રકારનો જશ્ન ના મનાવો. નેશનલ હેલ્થ ઇમરજન્સીના સમયમાં આપણા તરફથી સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરતાં પ્રજાની મદદમાં લાગેલા રહો.

કર્ણાટક અને બેંગલુરૂમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. અહીં ૪૮૨૯૬ નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. તેની સાથે જ રાજયોમાં કોરોનાના કુલ કેસ હવે વધીને ૧૫૨૩૧૪૨ થઇ ગયા છે. એકિટવ દર્દીઓના આંકડા ૩ લાખ ૮૨ હજારથી ઉપર છે. અત્યાર સુધીમાં વાયરસની ઝપટમાં ૧૫૫૨૩ લોકોના મોત થઇ ચૂકયા છે. કર્ણાટક સરકારે કોરોનાના ફેલાવાને રોકવા માટે ૨૭ એપ્રિલની રાતથી ૧૨મી મે સુધી સવાર સુધી રાજયના શહેરી વિસ્તારોમાં ૧૪ દિવસનું લોકડાઉન કરી દીધું છે.

(11:03 am IST)