મુખ્ય સમાચાર
News of Saturday, 1st May 2021

શિક્ષિત લોકો પણ ખરીદીમાં જોવા મળે છે

આંધ્રપ્રદેશમાં વિલુપ્ત થઇ જશે 'ગર્દભ' :યૌન શકિત વધારવા માટે આ જાનવરના માંસનું સેવન કરી રહ્યા છે લોકો

ગદર્ભનું માંસ ૬૦૦ રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહ્યુ છે

હૈદ્રાબાદ,તા.૧ : દેશના કે શહેરના રસ્તાઓ પર સરળતાથી નજર આવી રહેલા ગદર્ભ હવે વિલુપ્ત થવાની કગાર પર છે. આ પશુને દેશમાં વિલુપ્ત થઈ રહેલા જાનવરોની યાદીમાં શામેલ કરવામાં આવ્યા છે, આ શાંત અને માસૂમ જાનવરની સંખ્યા ઓછી થવાનું કારણ તેમને મારવામાં આવી રહ્યા છે તેવું કારણ સામે આવી રહ્યા છે. કેટલીક રિપોર્ટસ મુજબ કેટલાક લોકો એવું માની રહ્યા છે કે આ જાનવરનું માંસ ખાવાથી તેમના સ્વાસ્થ્યમાં લાભ થશે. જયારે બીજી તરફ ફૂડ સેફ્ટી ઓથોરિટી ઓફ ઈન્ડિયા(FSSAI)ના અનુસાર ગદર્ભને ભોજન તરીકે ઉપયોગ ના કરી શકાય સાથે સાથે તેમને મારવા પણ ગેરકાયદેસર છે. આંધ્રપ્રદેશમાં આ મામલાને લઈને તપાસ ચાલી રહી છે.

આંધ્ર પ્રદેશમાં ગદર્ભનું માંસનો વપરાશ થઈ રહ્યો છે, ત્યારે આ મામલાને લઈને તપાસ થઈ રહી છે. કેટલા લોકો એવી મિથ્યાને માને છે કે આ જાનવરનું માંસ ખાવાથી કમરદર્દ અને અસ્થમામાં આરામ મળી શકે છે, સાથે સાથે યૌન શકિત પણ વધે છે. જાનવરો માટે કાર્યરતે જણાવ્યું કે ગદર્ભનું માંસ સૌથી વધારે પ્રકાસમ, કૃષ્ણા, પશ્યિમી ગોદાવરી અને ગુંટુર જિલ્લામાં વપરાય છે. તેમણે જણાવ્યું છે કે દર ગુરુવાર અને રવિવારે માંસનું વેચાણ અને સેલ થાય છે, જયાં શિક્ષિત લોકો પણ ખરીદીમાં જોવા મળે છે. માનવામાં આવી રહ્યું છે કે આવી સ્થિતિ પર ઓછામાં ઓછા ૧૦૦ ગર્દભને મારવામાં આવે છે.

તેમણે એ પણ જાણકારી આપી છે કે આ વ્યપારમાં શામેલ લોકો ગદર્ભને કર્ણાટકા, તામિલનાડું અને મહારાષ્ટ્રથી મંગાવી રહ્યા છે. અને આ ગેરકાયદેસર વેપારને લઈને ઘણા પશુ પ્રેમીઓએ આ મામલે કેસ દાખલ કર્યો છે. સાથે સાથે ગદર્ભને લઈને અન્ય રાજયોથી થઈ રહેલા ટ્રાન્સપોર્ટેશન પર પણ તપાસ સઘન કરવામાં આવી છે. સુરુબુથાલે જાણકારી આપી હતી કે ગદર્ભનું માંસ ૬૦૦ રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યું છે.

પ્રાણી અધિકારના કાર્યકર્તાના મતે, એવું માનવામાં આવે છે કે ગધેડાનું માંસ ખાવાની ટેવ પ્રકસમ જિલ્લાના સ્ટુઅર્ટપુરમથી શરૂ થઈ છે. આ વિસ્તાર એક સમયે ખતરનાક ચોરોનો ગઢ માનવામાં આવતો હતો. એક દંતકથા અહીં પ્રચલિત હતી કે ગધેડાનું લોહી પીવાથી અને લાંબા સમય સુધી ભાગવાથી દોડવાની ક્ષમતામાં વધારો થાય છે. તેમણે જણાવ્યું હતું કે કેટલાક માછીમારો બંગાળની ખાડીમાં માછીમારી કરવા પહેલાં ગધેડાનું લોહી પીતા હોવાનું માનવામાં આવે છે.

(10:40 am IST)