મુખ્ય સમાચાર
News of Saturday, 1st May 2021

૫૫ વર્ષ નાની પત્નીએ કરી હત્યા

જાપાનના 'શોખિન' બિઝનેસમેને ૪,૦૦૦ મહિલાઓ સાથે સંબંધ બાંધવા રૂ.૨૦૪ કરોડનો ખર્ચ કર્યો

આત્મકથામાંથી ખુલ્યા અનેક પ્રકારના રહસ્યો

ટોકીયો,તા. ૧ : જાપાનના અરબપતિ બિઝનેશ મેનની યુવા પત્નીની ધરપકડ કરવામાં આવી છે. ૨૫ વર્ષની સુડો પર આરોપ છે કે તેણે પોતાના ૭૭ વર્ષીય પતિ ડોન જુઆનની હત્યા કરી છે. રિપોર્ટ મુજબ મહિલાએ ડોન જુઆનને લગ્ન કર્યાના ત્રણ મહિનાની અંદર જ તેને ઝેર આપીને માંરી નાંખ્યો હતો.

ડોન જુઆન ઉર્ફે કોસુકે નોઝાકી જાપાનના અગ્રણી બિઝનેશમેનમાં એક માનવામાં આવે છે. નોઝાકીને રિયલએસ્ટેટ અને શરાબનો મોટો કારોબાર – ધંધો હતો. ત્રણ વર્ષ પહેલાં મે મહિનામાં તેમનું મોત થઈ ગયું હતું અને તેના શરીરમાંથી ખતરનાક ડ્રગ્સ સામે આવ્યું હતું. મરતા પહેલા તે પોતાની પત્નીની સાથે જ હતો. કોસુકા તેની પત્નીથી ૫૫ વર્ષ મોટો હતો

નોઝાકી સૌથી પહેલા ચર્ચામાં ત્યારે આવ્યો જયારે તેણે વર્ષ ૨૦૧૬માં પોતાની ઓટોબાયોગ્રાફી છાપી હતી. આ ઓટોબાયોગ્રાફીમાં તેણે દાવો કર્યો હતો કે તે ૪ હજાર મહિલાઓ સાથે સંબંધ બનાવી ચૂકયો છે. અને તેણે એ મહિલાઓને લાખો કરોડો રૂપિયા પણ આપ્યા છે. ડોન જુઆન પોતાને સ્પૈનિક પ્લેબોયના રૂપમાં જોતો હતો. પૈસા કમાવાનો હેતુ આકર્ષક મહિલાઓ સાથે ડેટ કરવાનો હતો. આત્મકક્ષામાં દાવો કર્યો છે. કે ૪૦૦૦ મહિલાઓ સાથે સંબંધ બનાવવા ૩૦૦ કરોડ યેન (૨૦૪.૨૧ કરોડ) ખર્ચી નાખ્યા હતા.

નોજાકી વાકાયામામાં રહેલા પોતાના ઘરમાં મૃત જોવા મળ્યો હતો. પોલિસે કેસની તપાસ કરતાં જાણવા મળ્યું કે, તેને ઝેર આપીને મારી નાંખવામાં આવ્યો હતો. અને આ સ્યુસાઈડ કેસ નથી. પોલિસે કહ્યું કે મરતા પહેલા નોજાકી પોતાની પત્ની સાથે ડિનર કરી રહ્યો હતો. પોલિસ અનુસાર સુડોએ ઈન્ટરનેટ પર ઝેરીલા ડ્રગ બાબતમાં રિસર્ચ કર્યું હતું. અને તે તેના પતિને આપી દીધું.

આ ઘટનામાં પોલિસનું કહેવું છે કે આ વાત અત્યાર સુધી સ્પષ્ટ નથી થઈ શકી કે આ મહિલાએ પોતાના પતિને શા માટે માર્યો. પરંતુ એટલું કન્ફર્મ થયું હતું કે નોજાકીએ પોતાની વસિયતમાં કહ્યું હતું કે તે પોતાની ૧.૩ બિલિયન યુઆનની પ્રોપર્ટી શહેરના વિકાસ માટે દાન કરવા ઈચ્છતો હતો.

નોજાકીએ પોતાની ઓટોબાયોગ્રાફીમાં લખ્યું હતું કે તેની પાસે પૈસા કમાવવાનું એક મુખ્ય કારણ પણ એ હતું કે તે આકર્ષક મહિલાઓને ડેટ કરવા ઈચ્છતો હતો. આ તેના પૈસા કમાવાનું મોટું મોટીવેશન હતું. રિપોર્ટ્સ મુજબ નોજાકીએ સપોરોની રહેનારી સુડોથી પૂછ્યું હતું કે શું તે તેની જીંદગીની છેલ્લી મહિલા બનવાનું પસંદ કરશે?

સ્થાનિય મિડિયા અનુસરા સુડોએ આ સંબંધ માટે હામી ભરી લીધી હતી પરંતુ તેણે આ વાત પોતાના ઘરે નહોતી જણાવી. તેણે પોતાના ઘરવાળાઓથી નોજાકી સાથેનો સંબંધ છુપાવીને રાખ્યો હતો. અને તે પોતાના દ્યરવાળાઓને કહેતી હતી કે તે સ્ટ્રોક ટ્રેડિંગના માધ્યમથી સારા પૈસા કમાઈ રહી છે.

(10:39 am IST)