મુખ્ય સમાચાર
News of Saturday, 1st May 2021

દેશમાં છેલ્લા 10 દિવસમાં કોરોનાના દર્દીઓનો આંકડો દૈનિક 3 લાખથી 4 લાખ પર પહોંચી ગયો

છેલ્લા ત્રણ દિવસથી નેશનલ પોઝિટિવિટી રેટ 21.6 ટકાના ચિંતાજનક સ્તરે

નવી દિલ્હી : દેશમાં કોરોના કેસ માત્ર 10 દિવસમાં 3થી 4 લાખ પહોંચ્યા છે શુક્રવારે 4,01,993 નવા કેસ નોંધાયા. જે દૈનિક કેસ મામલે સમગ્ર દુનિયામાં સૌથી વધુ છે. જ્યારે 3523 લોકોના મોત થયા. સંક્રમણની ઝડપની વાત કરીએ તો છેલ્લા 10 દિવસમાં જ કોરોનાના દર્દીઓનો આંકડો દૈનિક 3 લાકથી 4 લાખ પર પહોંચી ગયો. 21 એપ્રિલના રોજ 3.15 લાખ દર્દી મળ્યા હતા. ત્યારબાદ આ આંકડો સતત વધી રહ્યો છે. વિશેષજ્ઞોનું માનીએ તો આવનારા દિવસોમાં આ ગતિ વધવાની આશંકા છે.

દેશ માટે સૌથી ચિંતાની વાત એ છે કે છેલ્લા ત્રણ દિવસથી નેશનલ પોઝિટિવિટી રેટ 21.6 ટકા રહ્યો છે. જેનો અર્થ એ છે કે દરેક પાંચમાંથી એક વ્યક્તિ કોરોના પોઝિટિવ આવે છે. જેનાથી આગામી કેટલાક દિવસોમાં દૈનિક સંક્રમિતોની સંખ્યા વધવાની આશંકા ઉત્પન્ન થઈ છે.

(10:26 am IST)